SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૭૩ રુચે, આપ નંદે,' એવી એમની સ્થિતિ છે. ધ્યાન ધર, ધ્યાન ધર,−' એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે. ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે... કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હિરજને સંગ આલાપી ગાયે. (૨૫) બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છેઃ ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’- શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે. ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી; દેહીમાં ૬૨સશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી. મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે, તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે. મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી; કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી. સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં, નરસૈંયાચા સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬) શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થદરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે. મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy