________________
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો
એ જ રીતે, આ જ કેંદ્રોમાંથી તૃતીયાના જૂના –એ પ્રત્યયને સામાન્ય વિભક્તિના -આ પછી મૂકવાની શરૂઆત થયેલી છે(અર્થાત્ ઘોડે – ઘોડાએ, દીકરે – દીકરાએ જેવાં વૈકલ્પિક રૂપો), સૌરાષ્ટ્રમાં હજી આ અસરો પહોંચી નથી અને ઘોડે અને દીકરે જેવા પ્રયોગો ચાલુ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માન્ય ભાષાના વિસ્તારમાંથી ઘોડાએ, દીકરાએ જેવા પ્રયોગો પ્રસારિત થવા માંડ્યા છે.
૫૯
આ જ માન્ય ભાષાના કેંદ્રમાંથી બહુવચનનો -ઓ પ્રત્યય પ્રસારિત થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તો સિંધી-કચ્છીની માફક નાન્યતરનો -ઉં નારીના બહુવચન માટે અને પછી નરના બહુવચન માટે પણ પ્રચારમાં આવેલો છે, ઉત્તર ગુજરાતના સીમા પ્રદેશોમાં અને છેક પાટણ-મહેસાણાના પ્રદેશોમાં પણ જૂનો -નિ > -આં હજી નષ્ટપ્રાય રૂપે સાંભળવા મળે છે. બહુવચનના નવા પ્રત્યય -ઓ ના પ્રસારનું કેંદ્ર પાટણની દક્ષિણે આવી ગયું છે અને આ -ઓ અમદાવાદ અને એની આસપાસના વિસ્તારોથી શરૂ થઈને સૌરાષ્ટ્રના -ઉં ને અને ઉત્તર ગુજરાતના -આં ને ભૂંસીને આગળ વધતો માલૂમ પડે છે. ઐતિહાસિક પૂર્વભૂમિકાને ખ્યાલમાં રાખીને બોલીઓની ચોક્કસ તપાસ થાય તો જ આ પ્રશ્નની વધુ આલોચના થઈ શકે. આટલી ટૂંકી માહિતીના આધારે માન્ય ભાષાની શક્ય હેરફેર વિશે અટકળ જ કરી શકાય. પ્રાગુજરાતી--જૂનીગુજરાતી કાળમાં માન્ય ભાષાનાં કેંદ્રો સૌરાષ્ટ્ર તરફ હતાં તે મધ્યકાલીન--નવ્યગુજરાતી કાળમાં પાટણ-અમદાવાદ તરફ આવી ગયાં એમ સૂચવી
શકાય.
૩. સામાજિક પરિબળોનો ભાષાપરિવર્તન ઉપર પ્રભાવ
૧૦
ધ્વનિપરિવર્તન (જેની દ્વારા ભાષાપરિવર્તન થાય છે) વિશે હમણાં એમ મનાતું આવેલું છે કે એનું નિરીક્ષણ કરી શકાતું નથી, એ તો ક્રમશઃ થતું એક એવું પરિવર્તન છે કે કાળપટ ઉ૫૨ જુદી પડેલી બે ભાષાઓને જ્યારે સરખાવીએ ત્યારે એ પરિવર્તન થયું છે એમ તારવી શકાય. વળી, ધ્વનિપરિવર્તન સમગ્ર ભાષાસમાજમાં ક્યા વ્યાપારથી વ્યાપી જાય છે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા બે દાયકામાં, એક સાંસ્કૃતિક ઘટના તરીકે, ભાષા અને સમાજ બંને કઈ રીતે સંકળાયેલા છે એના સંશોધનોને આધારે ધ્વનિપરિવર્તનો વ્યાપક રીતે સમાજમાં કેવી રીતે ફેલાય છે એનાં અનુમાનો કરવામાં આવેલાં છે અને એનાં નિરીક્ષણ માટેની પદ્ધતિઓ અજમાવવામાં આવેલી છે.
સાંસ્કૃતિક સંદર્ભ અને વાવ્પહારની ઘટનાએ બંને વચ્ચે એક યોગ્યતા'નો સંબંધ છે. એક વ્યક્તિ એના નોકર સાથે જે રીતે બોલે છે તે જ રીતે એના ભાઈ સાથે નથી બોલતી. આપણે ઘરમાં વાત કરતા હોઈએ એ જ રીતે બહાર વાત