________________
ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૪૭
ચડે છે એનું મુખ્ય કારણ એ છે કે પહાડી ભાષાઓ બોલનારી પ્રજા મૂળ ઉત્તરપશ્ચિમના પ્રદેશોમાંનું પોતાનું નિવાસસ્થાન મૂકીને પૂર્વના હિમાલયની ખીણોના પ્રદેશોમાં વસવા લાગી અને ગંગા-જમના પ્રદેશમાં રહેનારી પ્રજાઓના નિકટના સંબંધમાં આવી.'
ઉદાહરણ : સં. ૨વર -સિ. રત, પં. લ. રત્ત, (નેપાળી) પહાડી રાતો, હિં. મ. આ.
બ. ઊ. રાતા, ગુ. રાતું, સિંહલી. રત, કા. રત. સં. રાત્રિ – સિ. રાતિ, ૫. લ. પહાડી, હિં. ગુ. મ. રાત, આ. ઊ. રતિ,
બ. રાત, સિંહલી રાય, કા. રથ. આ ત્રણ પરિવર્તનોને આધારે ઉત્તરપશ્ચિમ જૂથનું અનુમાન થઈ શકે છે. મૂળ ભાષાપરિવારથી જુદું પડ્યા બાદ એમાં અન્ય પરિવર્તનો થતાં ઉત્તરપશ્ચિમ જૂથનાં જે પેટાજૂથો પડ્યાં, એ નીચે પ્રમાણે સૂચવી શકાયઃ
પ્રાફ પંજાબી-લહંધ-સિંધી-પહાડી-દરદ
(ઉત્તરપશ્ચિમ જૂથ)
* પ્રાફ પંજાબી-લહંદાનસિંધી
|
|
| પ્રાક પંજાબી-લહંદા
પહાડી ભાષાઓ દરદ ભાષાઓ
સિધી
સિંધી
)
કચ્છી
લહંદા
પંજાબી
દરદ ભાષાઓ નીચેનાં લક્ષણોથી અળગી થાય છે : (૧) સ્વરાંતર્ગત અસંયુક્ત સ્પર્શ વ્યંજનોના લોપના અભાવથી (અન્યત્ર, બીજી
બધી ભારતીય આર્યભાષાઓમાં લોપ થાય છે, (૨) સંયુક્ત વ્યંજનોના વિશિષ્ટ વિકાસથી, (૩) ઉખવ્યંજનોના વિશિષ્ટ વિકાસથી, - અર્થાત્ સ, શ અને ષના ભેદને
કોઈ ને કોઈ સ્વરૂપે જાળવી રાખવાથી અન્યત્ર આ ત્રણ વર્ષો બે અથવા
એક થઈ જાય છે.), (૪) મહાપ્રાણ વ્યંજનોના અભાવથી (કાશ્મીરીમાં અંત્યસ્થાનમાં આવેલા