________________
૩૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
અપભ્રંશકાલીન ભોંયની ઉપર થયું છે એ પણ સ્પષ્ટ છે.
શબ્દરચનાનું તંત્ર તેમજ વિભક્તિતંત્ર ઘસાઈ ગયું, સમાસરચનાની શક્તિ કુંઠિત બની, પરિણામે શબ્દસાધક અનેક નવા પ્રત્યય વિકસ્યા, અનુગો વડે વિભક્તિસંબંધો વ્યક્ત કરતી વ્યવસ્થા ઊભી થઈ, વાક્યરચનાનું મહત્ત્વ વધ્યું અને એમાં શબ્દવિન્યાસની નિયત ભાતો ઊપસવા લાગી. કાળની અને ક્રિયાવસ્થાની વિવિધ અર્થછાયાઓ વ્યક્ત કરતાં સંયુક્ત રૂપો અને નામની સાથે થોડાંક સર્વસામાન્ય અર્થમાં ક્રિયાવાચક પદ જોડીને અભિવ્યક્તિની અમર્યાદ ક્ષમતા સિદ્ધ કરતા પ્રયોગોનું વર્ચસ વધવા લાગ્યું. ભાષાનું શ્લિષ્ટ પદરચનાવાળું સ્વરૂપ અપભ્રંશોત્તર કાળમાં ક્રમે કરીને સારા પ્રમાણમાં વિશ્લિષ્ટ બની ગયું.
પ્રાકૃત વ્યાકરણકારોમાં સાહિત્યિક ઉપયોગ માટે પ્રારંભમાં ચાર મુખ્ય પ્રાકૃતો ગણાવવાની એક પરંપરા હતી : શૌરસેની, માગધી, માહારાષ્ટ્રી ને પૈશાચી. પછીથી આમાં અપભ્રંશને પણ ભેળવતા. પણ બોલીઓના વિકાસની દૃષ્ટિએ જોઈએ તો સાતમ-આઠમી શતાબ્દી લગભગ સિંધ-પંજાબની બોલીઓનું જૂથ તથા પહાડી બોલીઓનું જૂથ પશ્ચિમ અને મધ્યના શૌરસેની બોલીજૂથથી અલગ પડી ગયું માની શકાય. અને આગળ જતાં દસમી શતાબ્દી સુધીમાં શૌરસેની જૂથ પણ મધ્યમ ને પશ્ચિમી એમ બે શાખામાં ફંટાયું – એ શાખાઓ હિંદી જૂથ અને રાજસ્થાની-માળવીગુજરાતી જૂથ તરીકે આપણને જાણીતી છે.' આઠમી શતાબ્દીમાં થયેલા ઉદ્દ્યોતનસૂરિ પ્રાકૃત કથાગ્રંથ “કુવલયમાલામાં મધ્યપ્રદેશ, ટક્ક(પંજાબ), સિંધુ, મરુ, માલવ, ગુર્જર ને લાટના વેપારીઓની બોલીઓ જુદીજુદી હોવાનો નિર્દેશ કરે છે, પણ એ નિર્દેશ બાર ગાઉએ બોલી બદલાય' એવા અર્થના બોલીભેદને અનુલક્ષીને હોય એ ઘણું સંભવિત છે.
અપભ્રંશની વાત કરીએ તો, હેમચંદ્રનાં કેટલાંક ઉદાહરણપદ્યોની અપભ્રંશ ભાષા સ્વયંભૂ (નવમી શતાબ્દીના ઉત્તરાર્ધ), પુષ્પદંત (દસમી શતાબ્દી) વગેરેના ઉચ્ચ અપભ્રંશની તુલનાએ અર્વાચીન હોવા ઉપરાંત, એનું ખાસ મહત્ત્વ તો એ રીતે છે કે એ એક મિશ્ર ભૂમિકા રજૂ કરતી જણાય છે. એમાં પ્રથમાનાં ઉકારાંત ને આકારાંત રૂપો (ગુજરાતી “ઘોડઉ-ઘોડો', હિંદી “ઘોડા'), મકાર અવિકૃત ને મકારનો વંકાર (ગુજરાતી નામ,’ હિંદી બનાવૈ'), વકારની જાળવણી ને વકારનો લોપ (ગુજ. “દીવો', હિંદી દિયા'), ઇઉવાળાં તેમજ ઇવાળાં સંબંધક ભૂતકૃદંતો (ગુજ. કરિઉ-કરી', હિંદી કરિ-કર') વગેરે જેવાં લક્ષણ સાથોસાથ મળે છે, જે પાછળથી રાજસ્થાની-ગુજરાતી અને હિંદી બોલીઓ માટે લાક્ષણિક બની જાય છે. હેમચંદ્રનાં ઉદાહરણોમાં અપાયેલા માલવપતિ મુંજરચિત અપભ્રંશ દુહા તથા ચૌલુક્ય કાળની પાટણ અને ધારા વચ્ચેની સાહિત્યિક તથા વિદ્યાચાતુર્યની સ્પર્ધા આ દષ્ટિએ