________________
ગુજરાતનું ઘડતર ૧૭
ઉદ્યોગોમાં સુરાષ્ટ્ર લવણ(મીઠું) અને કાંસા માટે જાણીતું હતું. અરબ લેખકોએ અહીંના બારીક કાપડની ભારે તારીફ કરી છે. સુલેમાન સોદાગર નોંધે છે કે આ કાપડનો આખો તાકો અંગૂઠીના ગાળામાંથી પસાર થઈ જાય તેટલો બારીક હોય છે. ખંભાતનાં પાનાં તથા પગરખાં મશહૂર હતાં.
સૌરાષ્ટ્રમાં સૈધવ રાજ્યમાં અનેક મંદિર બંધાયાં, જેના સ્થાપત્ય-સ્વરૂપમાં નાગર શૈલી તરફનો અધિકાધિક વિકાસ થતો ગયો. તારંગા પરની બૌદ્ધ દેવી વરદતારાની મનોહર મૂર્તિ આ કાળની છે.
સોલંકી કાળ સોલંકી કાળ (ઈ. ૯૪૨-૧૩૦૪) એ ગુજરાતનો સુવર્ણકાળ હતો. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે અણહીલવાડ પાટણમાં ચાવડા વંશનો અંત આણી જે નવા રાજ્યની સ્થાપના કરી તે સમય જતાં ઉત્તરોત્તર વિસ્તૃત થતું ગયું. લાટ(દક્ષિણ ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છ પર ચૌલુક્યવંશનું આધિપત્ય પ્રસર્યું એટલું જ નહીં, હાલના ગુજરાતની બહાર આવેલા કેટલાક પડોશી પ્રદેશોનાં રાજ્યો પર પણ અણહિલવાડના સોલંકી રાજાઓની આણ પ્રવર્તી. આ રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ ઈ. ૧૦૯૪૧૧૪૩) તથા કુમારપાળઈ.૧૧૪૩-૧૧૭૨) સહુથી પ્રતાપી રાજવીઓ તરીકે સુપ્રસિદ્ધ છે. માળવાના પરમાર રાજાઓ સાથેના લાંબા વિગ્રહમાં સિદ્ધરાજે અજબ વિજય મેળવી “અવંતીનાથ'નું બિરુદ પ્રાપ્ત કરેલું. એના અભિલેખ ભીનમાલ, જોધપુર, સાંભર, વાંસવાડા અને ઉજ્જન પ્રદેશમાં પણ મળ્યા છે. સિદ્ધરાજે વિદ્યાકલાને ઘણું પ્રોત્સાહન આપેલું ને રાજ્યમાં અનેક દેવાલયો તથા જળાશયો બંધાવેલાં. સિદ્ધપુરનો રુદ્રમહાલય તથા પાટણનું સહસ્ત્રલિંગ સરોવર એ એનાં સુપ્રસિદ્ધ સ્મારક છે. કુમારપાળની સત્તા ઉત્તરમાં સાંભર-અજમેર સુધી અને પૂર્વમાં ભીલસા સુધી પ્રવર્તતી. સિદ્ધરાજની જેમ કુમારપાળ પણ વિદ્યાકલાને ઘણું પ્રોત્સાહન આપતો. સિદ્ધરાજકુમારપાળના સમયમાં આચાર્ય હેમચંદ્ર વિદ્યા તથા સાહિત્યમાં અપૂર્વ પ્રદાન કર્યું. કુમારપાળ જૈન ધર્મનો પ્રભાવક હતો. એણે પોતાના રાજ્યમાં અમારિ ઘોષણા પ્રવર્તાવેલી તેમજ અપુત્રિકાધન જપ્ત કરી લેવાની પ્રથા રદ કરેલી. ભીમદેવ-બીજાના સમય(ઈ.૧૧૭૮-૧૨૪૨) દરમ્યાન આ રાજવંશની સત્તા શિથિલ થઈ, પરંતુ વાઘેલા શાખાના રાણા લવણપ્રસાદે તથા એના વીર પુત્ર વિરધવલે એ રાજ્યને વફાદાર રહી સંરક્ષિત રાખ્યું. તેમના મહામાત્ય વસ્તુપાળે તથા તેજપાળે તત્કાલીન રાજકીય તથા સાંસ્કૃતિ ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યા.
વિ. સં. ૧૩૦૦ ઈ.૧૨૪૪)માં મૂળરાજના વંશનો અંત આવતાં ધોળકાના રાણા વિસલદેવે અણહિલવાડની ગાદી સંભાળી. એ સોલંકી વંશની વાઘેલા શાખાના રાણા