SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ લૌકિક કથા આદિ ૨૬૧ જીરાવલમાં પાર્શ્વનાથ, સાચો૨માં વર્ધમાન મહાવી૨ અને કાશ્મીરવાસિની સરસ્વતીને પ્રણામ કરીને હીરાણંદસૂરી વિદ્યાવિલાસનું ચરિત્ર કહે છે તે, હે ભવિકો, ભાવ ધરીને સાંભળો. માલવદેશની ઉજ્જયિની નગરીમાં જગનીક રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં ધનવાહ નામે શ્રેષ્ઠી વસતો હતો. એના ચાર પુત્ર હતાઃ ધનસાર, ગુણસાર, સાગર અને ધનસાગ૨. એક વાર એ ચારેને બોલાવીને શ્રેષ્ઠીએ પૂછ્યું કે મારા ઘરનો ભાર તમે કેવી રીતે ધારણ કરશો?” પહેલા પુત્રે કહ્યું કે ‘હું ઘેર હાટ માંડીશ.’ બીજાએ કહ્યું : ‘વહાણવટું કરીને હું સોનાની પાટો લાવીશ.' ત્રીજાએ કહ્યું : ‘હું ઘરનાં ગોરુ ચારીશ.’ ચોથાએ કહ્યુ : ‘ઉજ્જયિનીના રાજાને જીતીને હું એનું રાજ્ય લઈશ અને એ રીતે પિતાનાં સર્વ મનવાંછિત કામો સિદ્ધ કરીશ.' આ સાંભળીને રાજાથી ભય પામતા પિતાએ એ ચોથા પુત્રને ઘર બહાર કાઢી મૂક્યો. નગરની બહાર એ સમયે જયસાગર સાર્થવાહ પોતાનો સાર્થ લઈ શ્રીપુર જવા તૈયાર થઈને ઊભો હતો તેની સાથે ધનસાગર જોડાયો અને કેટલેક દિવેસ શ્રીપુર પહોંચ્યો. નગરમાં ફરતાં એણે એક નિશાળ જોઈ અને ત્યાં પંડિત પાસે એણે ભણવાનું શરૂ કર્યું. એ વિનયશીલ હતો, પણ ઘણી મહેનત કરવા છતાં એને એકે અક્ષર આવડતો નહિ, આથી બીજા નિશાળિયા એને મૂરખચટ્ટ કહેતા, પણ એના વિનયને કારણે પંડિત એને વિનયટ્ટ કહી બોલાવતા. એ નગરમાં સુરસુંદર રાજા હતો અને કમલા રાણી હતી. એની સૌભાગ્યસુન્દરી પુત્રી રૂપમાં રંભા જેવી હતી. એ પણ એ નિશાળમાં ભણતી હતી. રાજાના મંત્રીનો મનમોહન નામે પુત્ર પણ ત્યાં જ ભણવા આવતો. રાજકુમારીએ એના ઉપર મોહિત થઈ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ મનમોહનને એ ગમતું નહોતું. એણે વિનયચક્રને કહ્યું કે, મારે બદલે કુંવરીને પરણીને તું પરદેશ જા.’ પણ પોતે મૂર્ખ હતો, આ ચતુર કુંવરીને કેમ પરણી શકે? સરસ્વતીના મંદિર આગળ જઈ એ પોતાનું શીશ છેદવા તૈયાર થયો એટલે ભારતી પ્રસન્ન થઈ અને સકલ કલાનો જાણ થયો. પછી ગુરુ પાસે એણે વિદાય માગી અને ગુરુએ એને શારદામંત્ર આપ્યો. પછી મંત્રી પુત્રનો વેશ ધારણ કરી રાત્રે એ કામદેવના મંદિરમાં આવ્યો. સખી સહિત રાજપુત્રી ત્રણ અશ્વ સાથે ધનભંડાર લઈને ત્યાં આવી હતી. કર્મસંયોગે પાણિગ્રહણ થયું અને ત્રણે જણ ત્યાંથી મારતે ઘોડે ઊપડ્યાં. માર્ગમાં રાજકુમારીએ અનેક સમસ્યાઓ મૂકી, પણ વિનયચટ્ટ એકેયનો ઉત્તર આપતો નહોતો. પ્રભાત થયું એટલે મનમોહનને બદલે મૂરખચટ્ટને જોઈને કુંવરી વિલાપ કરવા લાગી, પણ સરજ્યું શી રીતે મિથ્યા થાય? આમ કરતાં ત્રણેય આહડ નગરમાં આવ્યાં અને ત્યાં એક આવાસ લઈને રહ્યાં. જેને પોતે મૂર્ખ માનતી હતી તેની તરફ રાજકુંવરી નજર માંડીને જોતી પણ નહોતી, પણ વિદ્યાભંડાર વિનયચટ્ટ પોતાની વિદ્યા વડે નગરલોકનાં મન રંજન કરતો હતો અને તેથી નાગરિકોએ એનું નામ વિદ્યાવિલાસ' પાડ્યું હતું. એ નગરનો
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy