________________
લૌકિક કથા આદિ ૨૫૩
અને એ રાજા થયો હતો.) માર્ગમાં પુષ્પદંતે વત્સને સમુદ્રમાં ફેંકી દીધો અને ચિત્રલેખા પાસે લગ્નની માગણી કરી. છએક માસ શોક ન પાળીએ તો પહેલો પતિ પ્રેત થઈને પીડ કરે' એમ કહી ચિત્રલેખાએ પુષ્પદંતને ધીરજ રાખવા સમજાવ્યો. બીજી તરફ, સમુદ્રમાં ફેંકાયેલો વત્સ સમુદ્રકિનારે કાન્તિનગરમાં ઊતરી એક વાડીમાં જઈ સૂઈ રહ્યો. એના આગમનથી બધાં વૃક્ષો ખીલી ઊઠ્યાં. માલણે એ જોયું અને એને લાગ્યું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી. કુંવર જાગ્યો, અને માલણ, જેનો પતિ અને પાંચ પુત્રો મરણ પામ્યા હતા તે, એને ધર્મપુત્ર કરીને પોતાને ઘેર લઈ ગઈ, પણ વત્સને હંસનો અને પત્નીનો એમ બે વિરહ પીડતા હતા.
થોડા દિવસમાં સમુદ્રમાંથી વહાણ આવ્યાની વધામણી આવી અને પુષ્પદંત રાજકુમારીને પરણીને આવ્યો છે એવી સંભળાઈ. વત્સે માલણને કહ્યું કે એમને ત્યાં રોજ હાજરી આપજો.’ ચિત્રલેખાના દેહપ્રમાણ કુસુમના વિવિધ અલંકારો તૈયાર કરીને એ માલણ મા૨ફત મોકલવા લાગ્યો. અલંકારોમાં મર્મપૂર્વક એણે પોતાનું નામ લખ્યું એ જોઈને ચિત્રલેખા ચમત્કૃત થઈ અને આઘાતથી મૂર્છા પામી. ભાનમાં આવી એણે પૂછ્યું : “આ પુષ્પ કોણે ગૂંથ્યાં છે?” માલણે કહ્યું : ‘મારા પુત્રે.’ ચિત્રલેખા સમજી ગઈ. પાનના બીડામાં એણે પત્ર મોકલ્યો : હે સ્વામી, હું અખંડશીલવતી છું.’
આ તરફ કાન્તિનગ૨માં હંસરાજે પડો ફેરવ્યો કે બંધુ વત્સરાજની જે ખબર આપે તેને અર્ધું રાજ્ય આપું.' ચિત્રલેખાએ પડો અટકાવ્યો, મહાજન સમક્ષ બધો વૃતાન્ત કહ્યો, અને અનેક સંકટો વેઠ્યા પછી માલણને ઘે૨ વત્સરાજ વિદ્યમાન છે એ જણાવ્યું. હંસરાજ ત્યાં જઈ પોતાના બાંધવને મળ્યો અને એણે આજ્ઞા કરી : અપરાધી શેઠને સકુટુંબ શૂળીએ ચડાવો', પણ વત્સરાજે પોતાના કર્મને દોષ દઈ તરણા ઉપર કુહાડો મારવાની ના કહી. હંસરાજે વી૨નું વચન લોપ્યું નહિ, અને બંને ભાઈઓ સકલ સૈન્ય સહિત પ્રતિષ્ઠાનપુર-પૈઠણ ગયા, ત્યાં માતાપિતા અને પરિવારને મળ્યા. નગરમાં આનંદઆનંદ થઈ રહ્યો. હંસરાજ કાન્તિનગરીનો રાજા થયો અને વત્સરાજ પ્રતિષ્ઠાનમાં રહ્યો. અંતમાં, અસાઈત કહે છે કે સકલ લોકરંજની અને કલિયુગમાં ઉભયલોકપાવની આ કથા વાંચતાં દોષ-દારિત્ર્ય ટળે છે અને નવે નિધિ આંગણમાં આવે છે.'
‘હંસાઉલ’માં નાયિકાના મુખમાં મુકાયેલાં ત્રણ ગીતોનો નિર્દેશ અગાઉ કર્યો છે. પૂર્વભવમાં પંખી પતિને યાદ કરી નાયિકા વિલાપ કરે છે એ પ્રસંગનું ગીત (ખંડ ૧, કડી ૭૯-૮૨) આકર્ષક છે :
રાજકુંરહીઅડુ હણિ : પૂરવ પ્રેમ-પ્રસંગ, આગિ દાવાનલ દહિ, વલી દુષ દાઝ અંગ. [દેષી] પોપટ પંષીઆ, નવલને નરનાથ;