________________
રાસ અને ફાગુ સાહિત્ય ૨૧૭
બેવડાવવાની પદ્ધતિ ભાષાને પ્રબળ બળ આપતી અનુભવાય છે; જેમકે
જિ બબ્બે અ લખે ઉલકે સલિકઈ જિ બકે બહષે લહિક્ક ચમુક્કી, જિ ચંગે તુરંગે રંગે ચઢન્તા, રણમ્મલ્લ દિલ્હેણ દીન મુડન્તા / ૬ ૬ if
જિ રક્કા મલિક્કા બલક્કાક પાડિ, કિ બુક્ના પહલ્લા સનદ્ધા વિભાડઈ, તિ આખંડિ ભૂદંડિ બહુ ખંડિ કિર્જિઈ રણમ્મલ્લ દિઠું મુહે ઘાસ ઘલ્લિઈ ૬ ૮ાા ૨૫૯
એની રસ-જમાવટ પણ સ્વાભાવિક-શી જોવા મળે છે. ઉ.ત. નીચેની સ્વભાવોક્તિ જુઓ :
સારસી ઢમઢમઈ ઢમઢમકાર ઢંકર ઢોલ ઢોલી ઊંગિયા, સુર કરહિ રણ સરણાઈ સમુહરિ સરસ રસિ સમરંગિયા. કલકલહિ કાહલ કોડિ કલરવિ કુમર કાયર થરથરઈ, સંચરઈ શક સુરતાણ સાહણ સાહસી સવિ સંગર) ૨૩|| સેનાનો ઢોલ બજાવનારા ઢોલી ઢોલોના ભારે અવાજ કરી રહ્યા છે. રણમાં શરણાઈ મોખરા ઉપર સ્વર કાઢી રહી છે અને યોદ્ધાઓ રસે ઊભરાય છે. કરોડો વાદ્ય અવાજ કરી રહ્યાં છે, એ અવાજથી કૂણા મનના કાયર લોક થરથરી ઊઠે છે. સુલતાન અને એનાં સાધન અને સાહસ કરનારા સૌ યુદ્ધભૂમિમાં વધી રહ્યા છે.]
ઉત્પક્ષા-મિશ્રિત:
તુફખાર તાર તતાર તેજી તરલતિફખ તરંગમાં, પફખરિય પફખર, પવન પંખી પસરિ પસરિ નિરુપમા. અસવાર આસુર-અંસ અસ લીઈ અસણિ અસુહડ ઈડરઈ સંચરઈ શક મુરતાણ સાહણ સાહસી સવિ સંગરઈ || ૨૫ || [તોખાર અને તાતાર દેશના ચપળ અને તેજી ઘોડાઓ ઉપર પાખર નાખવામાં આવી છે. એ અનુપમ ઘોડા પક્ષીઓ પ્રસરે તે પ્રમાણે પ્રસરી રહ્યા છે. આસુરોના અંશરૂપ ઘોડેસવારો તલવાર લઈને ઈડર તરફ જેની સાથે ધસે છે તેવો સુલતાન અને એનાં સાધન તેમજ સાહસ કરનારા સૌ યુદ્ધભૂમિમાં આગળ વધી રહ્યાં છે.] નીચેનું યુદ્ધનું વર્ણન સજીવ બની રહ્યું છે : .