________________
૨૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
કામદેવને સર્વથા કચડી નાખ્યો છે. આપ મુનિવરોના શિર ઉપર તિલકરૂપ છો અને ભવ્યજનો (શ્રાવકો) માટે કલ્પતરુરૂપે પ્રાપ્ત થયા છો. જિનોદયસૂરિજી સુંદર રત્નરૂપ પટ્ટધર મહાગુરુ અને (ભવ્યોના ઉદ્ધાર કરનારા છે. અપહરાજ" કહે છે કે એમ જાણીને સુખ કરનારું મનવાંછિત ફળ (ભવ્યો) પામે છે..
જિનપ્રભસૂરિની સ્તુતિનો કોઈ અજ્ઞાતનો એક છપ્પો પણ આ કાવ્ય સાથે છપાયો છે. ૨૫૨
પહરાજની રચના પછી સો-સવાસો વર્ષ ઉપર રચાયેલ ખરતરગુરુ-ગુણ-વર્ણનછપ્પય' નામનું એક લાંબું કાવ્ય જાણવામાં આવ્યું છે. ૨૫૩ કાવ્યની દષ્ટિએ કોઈ કોઈ છપ્પામાં અલંકારતત્ત્વ જોવા મળે છે, જેમ કે
જિમ નિસ સોહઈ ચંદ જેમ કજ્જલે તરુલછહિ. હંસ જેમ સુરવરહિ પુરિસ સોહઈ જિમ લછિહિ | કંચણ જિમ હીરેહિ જેમ કુલસોહઈ પુત્તહિ! રમણિ જેમ ભત્તાર રાઉ સોહઈ સામંતUT સુરનાહ જેમ સોહઇ સરહ, જમ સોહઈ જિણ ધમ્મ ભરા
આયરિય મઝિ સિહાસણહિ તિમ સોહઈ જિણચન્દ ગુરુ / ૩૯IL (જેમ ચંદ્રથી રાત્રિ શોભે, તરલતાથી કાજળ શોભે, સરોવરથી હંસ શોભે, લક્ષ્મીથી પુરુષ શોભે, હીરાથી સોનું શોભે, પુત્રથી જેમ કુલ શોભે, પતિથી રમણી શોભે, રાજા સામંતથી શોભે, દેવોથી જેમ સુરપતિ ઇંદ્ર શોભે, જગતમાં જિનધર્મ જેમ શોભે છે, તે પ્રમાણે આચાર્યોની વચ્ચે સિંહાસન ઉપર ગુરુ જિનચંદ્ર શોભે છે. આ પછી આ પ્રકાર સ્વતંત્ર રીતે ખીલેલો ખાસ જાણવામાં આવ્યો નથી.
૩. વિવાહલ નામ ઉપરથી આમાં નાયકનાં લગ્નનો ઉત્સવ ઊજવાતો હોય એવું લાગે; અને જરૂર એમાં “લગ્ન” અભિપ્રેત હોય છે, પરંતુ એ લૌકિક કન્યા સાથે નહિ, પરંતુ સંયમને કન્યાનું રૂપક આપીને એની સાથે. સાધુ કેવી રીતે વરે છે એ બતાવવાનો છે તે શિષ્યકવિનો આમાં પ્રયત્ન હોય છે. જાણવામાં આવેલા આવા બે ‘વિવાહલાઓમાં પહેલો ષષ્ટિશતકના કર્તા નેમિચંદ્ર ભંડારીના પુત્ર અંબડે (જન્મ ઈ. ૧૧૮૯) ખરતરગચ્છના જિનપતિસૂરિ પાસે ખેડનગરમાં “જિનેશ્વર. નામ ધારણ કરી દીક્ષા લીધી એનું રૂપક્તિ વર્ણન એમના શિષ્ય સોમમૂર્તિએ જિનેશ્વરસૂરિવિવાહલ' સંજ્ઞાથી પદ્યમાં કર્યું છે. ૨૫૪ આમાં