________________
રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૧૧
[સખી કહે છે : હે સ્વામિની, ઝૂર્યા કર નહિ. દુર્જનનું મનવાંછિત પૂર નહિ. નેમિનાથ ચાલ્યા ગયા તો શું બગડી ગયું? એનાથી ચડે તેવા સેંકડો વર છે.] રાજલનો ઉત્તર :
બોલઇ રાજલ તઉ ઇહું વયણું નથી નેમિસમ વ૨૨૫ણુ। ધરઇ તેજુ ગહગણ સતિ તાવ ગણિ ન ઉર્ગીઇ દિણયરુ જાવ ||૪||
રાજલ ત્યારે આ વચન કહે છે : નેમિનાથ જેવો રત્નરૂપ વર બીજો નથી. જ્યાં સુધી આકાશમાં સૂર્ય ન ઊગે ત્યાં સુધી બધો ગ્રહોનો સમૂહ તેજ ધારણ કરી રહે છે.]
છેલ્લી કડીનો અર્થાંતરન્યાસ કેવો સૂચક છે! કેટલાંક મધુર વર્ણન પણ ધ્યાન ખેંચે છે :
ભાત ભરયાસર પિક્ઝેવિ સકરુણ રોઅઇ રાજલદેવ। ા એકલડી મઇ નિરધાર કિમ ઊવેસિ કરુણાસાર ॥૫॥ [ભાદરવા મહિનામાં ભરેલાં સરોવર જોઈને રાજલદેવી કરુણગાન કરતી રડી રહી છેઃ અરે હું ખરેખર એકલી પડી ગઈ છું; કરુણાવાળા નેમિ મારી ઉપેક્ષા કેમ કરશે?]
ભણઇ સખી : રાજલ, મન રોઇ નીઠુર નેમિ ન આપણું હોઇ। સિંચિય તરુવર પરિપલવંતિ ગિરિવર પુર્ણ કડ ડેરા હુંતિ ॥૬॥ સાચઉં સખિ, ગિરિ વરિ ભિજ્જત કિમઇ ન ભિઇ સામલકુંતિ । ધણ વિસંતઇ સર કુêતિ સાયરુ પુણ ઘણુ ઓહડુ હિંતિ ||૭| સખી કહે છે : હે રાજલ, રો નહિ. નેમિનાથ નિષ્ઠુર હોઈ આપણો નથી. ઝાડ ઉપર પાણી છાંટવામાં આવે તો એ આપણા ઉપર પાણી ટપકાવે છે, પહાડ પર પાણી પડતાં ફાટીને પથરા નાખે છે. (એનો રાજલ ઉત્તર આપે છે કે) મોટા પહાડના ટુકડા થાય, પણ શ્યામ કાંતિવાળા નેમિમાં ભેદ ન થવાનો. વ૨સાદ વરસતો હોય ત્યારે તળાવ ફૂટી જાય છે, પણ સાગર એની મર્યાદા છોડતો નથી.]
સુખાંત હોઈ કાવ્યાંતે નાયક-નાયિકાનો સમાગમ મૂર્ત કરવામાં આવે છે : અધિક માસુ સવિ માસહિ ફિરઇ છહ રિતુ કેરા ગુણ અણુહરઇ। મિલિવા પ્રિય ઊબાહુલિ હૂય સઉ મુકલાવિઉ ઉગ્રસેણધૂય ॥૩૮॥ પંચ સખી સઇ જસુ પરિવારિ પ્રિય ઊમાહિ ગઈ ગિરનાર સખી સહિત રાજલ ગુણરાસિ લેઇ દિખ્ખુ પરમેસર પાસિ | ૩૯ || નિમ્મલ કેવલ નાણુ લહેવિ સિદ્ધિ સામિણિ રાજલદેવ।