________________
૨૦૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
ઉપમા જેવા સાદા અલંકાર પણ એ પ્રસંગાનુરૂપ યોજી લે છેઃ નીલકમલ-દલ-સામલ જિનવ નેમિકુમાર રે || ૩ ||૧ ૨૩૬ [કાળા કમળના દલ જેવા શ્યામ જિનવર નેમિકુમારનું વર્ણન કરું છું.] ‘જાણીઇ જંગ સોરીપુર કિરિ અવતાર... || ૭ ||૧૨૩૭ [જગતમાં શૌરિપુર(મથુરા) એવું છે કે જાણે કે અમરાવતી ઊતરી આવી ન હોય!] નિજ તનુ દીપતિ દ્યુતિપતિ જીપતિ, રતિપતિ કર નવ કાય રે ॥૧૦॥ ...રાજ કતિ સુરપતિ સમ દીતિ... || ૧૧ ||૨૩૮ પોતાનું તન એટલું તેજસ્વી હતું કે રાજા સમુદ્રવિજય સૂર્યને તેજમાં જીતી રહ્યા હતા, જાણે કે કામદેવનું નવીન શરીર જ આ ન હોય! રાજ્ય કરતી વખતે ઇંદ્રના જેવો લાગતો હતો.]
।
કવિએ માતાનાં ચૌદ સ્વપ્ન આપીને નેમિના જન્મનો ઉત્સવ નિરૂપ્યો છે : વૈમાનિક સુરપતિ તારાપતિ વ્યંતરપતિ ભુવણિંદ સામીય-જનમ-મહોત્સવ નવ પરિ કરિવા મિલ્યા સવિ ઇંદ રે ॥ ૧૯ ॥ સુરિગિર ઊપર ક્ષીરસાય૨-જલિ વિમલ ભરીય ભિંગાર । સુરવર ન્હવણ કરŪ મન-ગિહિં અંગહિઁ નેમિકુમા૨ ૨ || ૨૦૨૩૯ વિમાનમાં બેસી ઈંદ્ર સૂર્ય વ્યંતર૫તિ પૃથ્વીપતિઓ – આવા સૌ અધિરાજો સ્વામીનો જન્મોત્સવ નવીન પ્રકારે કરવા આવી મળ્યાં. ક્ષીરસાગરના વિમળ જલથી કળશો ભરી લાવી સર્વે અધિરાજો અને દેવો સુરિગિર ઉપર મનમાં આનંદે નેમિકુમારનાં અંગોને અંઘોળ કરી આપે છે.
કવિ આ પછી કૃષ્ણ-બલરામના જન્મની વાત કરી શ્રીકૃષ્ણે કંસાદિ દૈત્યોનો વધ કર્યો એ હકીકત જરાસંધના વિગ્રહ બાદ સૌરાષ્ટ્રમાં દ્વારકા વસાવી ત્યાં આવી રહ્યાનું કહે છે; ઇંદ્રના આદેશથી કુબેરે આ નગરીને નવ દરવાજા કર્યાં. અહીં રૂપિð નેમિકુમાર દીસð દેવકુમા૨ । દિન દિન દ્રુપતા એ, રતિપતિ જીપતા એ || ૨૯ || સામીય-યણ અનોપમ. ઓપમ ચંદ ન હોઇ। ક્ષીણ કલંકીય દીસઇ એ, દીસð એ તપઇ ન સોઇ ॥૩૦ ૨૪૦ [રતિપતિ કામદેવના ઉપર વિજય મેળવતા નેમિકુમાર વૃદ્ધિ પામવા લાગ્યા. નેમિકુમારનું વદન એવું હતું કે ચંદ્ર એની ઉપમા માટે પાત્ર નહોતો. ચંદ્રની કળાઓ ક્ષીણ થતી હોય છે અને દિવસે એ પ્રકાશતો નથી.]
અહીં શાર્દૂલવિક્રીડિતમાં કુમારનાં કેટલાંક અંગોનું વર્ણન, કવિની શક્તિનો
....