SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૯૭ મકાનોમાંની પૂતળીઓ – નાચતિ કિરિ તિમ પૂતલીય ત્રિભૂવન-મન મોહઈ || ૩ | ૧૦ જાણે કે નાચતી હોય તે પ્રમાણે ત્રણે ભુવનમાં મનને મોહ કરે છે. કવિ ચોટદાર પ્રસંગચિત્રો માત્ર ઊભાં કરવા પ્રયત્ન કરે છે, પરંતુ શબ્દાલંકારોથી આગળ વધી શકતો નથી. છેક ૧૮મી કડીમાં વસંતાગમન સૂચવે છે, જે નાનું માત્ર ચીલા-ચાલુ વર્ણન જ છે : કિવિ વીણહિ નવ કુસુમ, કેવિ ગુંથહિત વરમાલહિ કિવિ દોલા-રસિ રમાઈ, કેવિ વાયહિ વર તાલ હિ કિવિ નાચઈ મન-રંગિ, કેવિ ખેલઈ તિહિ ફાગો! કિવિ વાયંતિ વસંત નામિ પવડિય વર રાગો /૨૧|| 11 [કોઈ વેણીમાં નવાં કુસુમ, કોઈ વરમાલાનું ગ્રથન, કોઈ હિંડોળાની રમત, કોઈ તાલીનું વાદન, કોઈ મનરંગે નાચ. કોઈ ફાગ વસંતનો ખેલ, કોઈ વસંતના નામે અનુરાગ ઉત્પન્ન થતાં વાદિત્રનું વાદન કરે છે.] આ એક જ નમૂનો કવિની નરી શબ્દાળુતા બતાવવા પૂરતો છે. આજ ધાટીનો એક એક દોહરો અને પછી ત્રણ ત્રણ રોળા આપતી ચાર ભાસમાં રચાયેલો અજ્ઞાત કવિનો “ભરતેશ્વર ચક્રવર્તી-ફાગ’ આ સમયની આસપાસનો જાણવામાં આવ્યો છે. ઋષભદેવનો પાટવીકુમાર ભરત ચક્રવર્તી રાજા થયા પછી યથાસમય પાંચ પ્રકારના ભોગ ભોગવતો હતો. એ પ્રસંગને અનુરૂપ એની રાજધાની અયોધ્યાનું, એના રાજવૈભવનું અને રાણીઓને લઈ ભરત વસંતક્રીડા કરવા જાય છે, એ પ્રકારનું પ્રથમ સાધી ફાગુનો વિષય બનાવી લેવામાં આવ્યો છે. કવિને પોતાની વાણીમાં અલંકારો ગૂંથી લેવાની શક્તિ છે : સોવન-વત્ર વિસાલ સાલ અમરાવઈ તુલ્લા... | II વાણી બોલઈ મુહુર વિમલ કિરિ ગંગા-વાણી(પાણી) .... ૩ કંચણગોર સરીર.... || ૬ |૨૧૨ [અયોધ્યાનગરીનાં સભાસ્થાન અમરાવતી જેવાં છે. રાજા ભરત જે વાણી ઉચ્ચારે છે તે જાણે કે ગંગા નદીનું નિર્મળ પાણી ન હોય. એનું શરીર કાંચનના જેવું ગૌર હતું. બીજી રીતે વનવર્ણન ચીલાચાલુ જ છે. આ ભરતે એક વાર અરીસામાં વિભૂષણો વિનાનું પોતાનું શરીર જોયું અને એને કેવળ જ્ઞાન થયું અને એમ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy