________________
રાસ અને ફાગુ સાહિત્ય ૧૭૭
ગયા તેવો જ આ પણ એક શબ્દ હોય. અને હેમચંદ્ર તો દેશી નામમાલામાં ‘વસંતોત્સવના જ અર્થમાં ] શબ્દ નોંધ્યો છે.૧૭૨ હેમચંદ્ર જેવા મહાન વૈયાકરણને પાણિનિનાં ઉણાદિસૂત્રોનો ખ્યાલ હોવા છતાં આ શબ્દને દેશ્ય(સ્થાનિક જૂની ભાષાનો) કહ્યો છે એ ખૂબ સૂચક છે. પ્રાચીન સંસ્કૃત ભાષામાં દેશ્ય ! માંથી જ નક્ષત્રવાચક !! સંસ્કૃતીકરણ થયું એણે જ પૂર્વ છાત્મની અને ઉત્તરી BIની નામ આપ્યાં; આ નક્ષત્રનામે જ પોતાની કેદ્રવર્તિતાને લઈ મહિનાને પણ hત્માને નામ આપ્યું અને અર્જુનનો જન્મ આ નક્ષત્રમાં થવાના કારણે જ મહાભારતમાં પણ અર્જુનને માટે અનેક સ્થળે છાપુન શબ્દ પ્રયોજાયો જ છે.
“રાસસાહિત્યના મૂળમાં રાસ નૃત્તપ્રકાર હતો, તો, “ફાગુ-સાહિત્યના મૂળમાં ઉત્સવપ્રકાર' અને એ પણ “વસંતઋતુનો જ ઉત્સવ'. બે માસના વસંતઋતુના પથરાટમાં ઉજવાતો. ઋતુચક્રના પરિવર્તનને કારણે એક યુગમાં માઘ અને ફાગણ મહિના ‘વસંતઋતુના હતા. વસંતસંપાત માઘ માસમાં આવતો હતો એને લઈ માઘ સુદિ પાંચમ ‘વસંતપંચમી' તરીકે ખ્યાત થયેલી અને બહોળી-ધૂળેટી વસંતવિહારના છેલ્લા માંગલિક દિવસો હતા. સં. માં મૃત્યુ “ગુલાલનો વાચક પણ આ જ કારણે બન્યો છે. આ શબ્દના પ્રા. અપ. !! રૂપે મધ્ય. ગુજ.માં !! અને પછી ગુજ. ફાગ' શબ્દ આપ્યો છે, જે હોળીના તહેવારમાં પ્રયોજાતા અપશબ્દોનો વાચક બન્યો છે. આ ઉત્સવમાં પાણીનો મુખ્યત્વે ભારતવર્ષમાં ખૂબ જ ઉપયોગ થવાને કારણે વ્રજભાષામાં મિ ગુજ. ‘ફગવા' શબ્દ “ધાણી માટે રૂઢ બન્યો છે. આજે તો હવે મધુ-માધવ ચૈત્ર-વૈશાખ મહિના “વસંતઋતુના છે, છતાં વસંત-ખેલના દિવસ માઘ-ફાગણ જ રહેવા પામ્યા છે.
ફાગુ-સાહિત્યનો વિષયવિસ્તાર ‘વસંતવિહારને જ એક માત્ર વિષય બનાવી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં થયેલી રચનાઓ જાણવામાં આવી નથી. એ રૂઢિ હતી કે મહાકાવ્યોમાં છયે ઋતુઓનાં વર્ણન આપવા ફરજિયાત હતાં એટલે પ્રસંગ પરત્વે નાયક-નાયિકાના વિહારના ઉપલક્ષ્યમાં “વસંતઋતુનું પણ વર્ણન આવી જાય. “ઋતુસંહાર' જેવી રચના ઋતુઓને જ માત્ર વિષય બનાવી રચાયેલી પણ વિરલ જ છે. દૂતકાવ્યોમાં ઋતુવર્ણનોનો પાસ અનુભવાય છે ખરો, પણ માત્ર “વસંતઋતુને મુખ્ય રાખીને સંસ્કૃતમાં થયેલી રચના માત્ર “ગીતગોવિંદ' છે. એ ગેય નૃત્તપ્રકાર છે એ આ પૂર્વે આપણે જોયું જ છે, પરંતુ એની વિશેષતા એના ‘વસંતવિહારમાં છે. પહેલા સર્ગમાંની મંગલાત્મક બે અષ્ટપદીઓ અને પહેલો વર્ષાઋતુને સૂચવતો માંગલિક શ્લોક તેમજ બીજા પ્રાસ્તાવિક શ્લોકો બાદ કરતાં ૧૦મા શ્લોક પછી કાવ્યનો