________________
રાસ અને ાગુ સાહિત્ય ૧૬૭
ગાંધારીનાં લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયાં. દેવક રાજાની પુત્રી કુમુદીનાં લગ્ન વિદુર સાથે થયાં. વળી મદ્રરાજની પુત્ર મદ્રકી(=માદ્રી)નાં લગ્ન પાંડુ સાથે થયાં. ગાંધારીએ ગર્ભધારણ કર્યો.૧૫૪ ચોથી વણિમાં–કુંતીએ સ્વપ્નોમાં એક પછી એક પાંચ સુલક્ષણા પુત્રોને જન્મ આપ્યો. ત્રીસ માસે અધૂરિયો દુર્યોધન ગાંધારીના ઉદરથી ઉત્પન્ન થયો તે કુંતીને પહેલો-બીજો પુત્ર ઉત્પન્ન થયા પછી. દુર્યોધન પાંડવોને હેરાન કરતો, તો ભીમ દુર્યોધનને હેરાન કરતો. બધા કુમારોને-ધૃતરાષ્ટ્રના સો અને પાંડુનાં પાંચેને અભ્યાસ માટે કૃપગુરુને ત્યાં મૂકવામાં આવ્યા. ધનુર્વિદ્યાના અભ્યાસ માટે દ્રોણગુરુને મળ્યા.૧૫૫ એક વાર ગુરુએ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી, જેમાં અર્જુન સર્વોત્તમ નીકળ્યો. ગુરુએ એને ‘રાધાવેધ’(મત્સ્યવેધ)ની વિદ્યા આપી. (કવિએ આ પરીક્ષાની ણિ શાબ્દિક રીતે ઝમકદાર બનાવી છે, થોડા ઉપમા જેવા અલંકાર પણ પ્રયોજી લીધા છે.) એક વાર દ્રોણગુરુ અને વિદ્યાર્થીઓ નહાતા હતા ત્યારે કોઈ જળચરે દ્રોણનો પગ પકડી લીધો. એ સમયે ગુરુ બૂમ પાડવા લાગ્યા, પણ કોઈ વહારે ન આવ્યું ત્યારે અર્જુને આવીને ગુરુને બચાવી લીધા. અર્જુન ૫૨ દ્રોણ પ્રસન્ન થયા. પાંચમી વિણમાં ગુરુએ બાળકો માટે નવીન ક્રીડાસ્થાન રચવા માગણી કરી. આ ક્રીડાસ્થાન-અખાડામાં ભીમ તથા દુર્યોધન વચ્ચે અને અર્જુન તથા કર્ણ વચ્ચે દ્વંદ્વ ખેલાયું. આ સ્થળે કર્ણનો પિતા પોતાને કર્ણ કેવી રીતે મળ્યો એ વાત કહે છે, પણ કુંતીદેવી કશું કહેતાં નથી. દુર્યોધન કર્ણને રાજ્ય કાઢી આપે છે. એક દિવસે ધૂતે આવી દ્રુપદરાજાને ત્યાં પુત્રીનો સ્વયંવર થાય છે તેમાં હાજ૨ રહેવા નિમંત્રણ આપ્યું. વણિ છઠ્ઠીમાં પાંડુરાજા કુંવરો સાથે સ્વયંવરમાં જવા નીકળે છે. દ્રુપદરાજા એમને લેવા સામે આવે છે. અર્જુન ‘રાધાવેધ' કરે છે અને એના કંઠમાં માળા પહેરાવે છે, એ સમયે પાંચે પાંડવોના કંઠમાં માળા પહેરાયેલી સૌને દેખાય છે.૧૫૬ યુધિષ્ઠિરને સંકોચ થાય છે, પરંતુ ત્યાં તો એક ચારણ મુનિ આવી ખુલાસો કરે છે કે આણે પૂર્વભવમાં પાંચ પતિ માગ્યા હતા એટલે આમ થયું છે.૧૫૭ ત્યાંથી હસ્તિનાપુર પાછા આવતાં નારદજી આવી પાંચે ભાઈઓને ત્યાં દ્રૌપદી ક્યારે ક્યારે રહે એની મર્યાદા બાંધી આપે છે. એક દિવસ સત્યને કારણ અર્જુન સમયધર્મનું ઉલ્લંઘન કરતાં શરત પ્રમાણે બાર વર્ષ વનવાસ વહોરી લે છે. એ સમયે વૈતાઢ્ય પર્વત ઉપર જઈ એ નાભિ મલ્હારને વંદન કરે છે. ત્યાં મણિચૂડને રાજ્ય અપાવે છે. બાર વર્ષ સુધી ‘અષ્ટાપદ’ વગેરે તીર્થોમાં ફી ઘે૨ પહોંચે છે. અર્જુને આ યાત્રામાં મણિચૂડના મિત્રની બહેન કોઈ રાજા હરી જતો હતો તેને બચાવી આપી અને મણિચૂડ તથા એના મિત્ર હેમાંગદને લઈ એ ઘે૨ આવી પહોંચ્યો હતો. વણિ સાતમીમાં – પાંડુ રાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરે છે અને પાંડવો દિગ્વિજય કરી આવે છે. રાજા મણિચૂડ પાસે સભામંડપ બંધાવે
–