________________
૧૬૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
પ્રમાણે છે :
વસ્તુછંદ : ૧, ૧૫, ૪૩, ૭૧-૭૪, ૧૧૬ દોહરા : ૨-૩, સામેરી રાગ મથાળે ૧૬-૧૮, ૩૨-૩૪, ૫૬.૬૦, ૮૦-૮૩, રાગ દેવસાષ' ૯૦-૯૪ (પ્રત્યેક કડીને અંતે “સાર કયો સથાળ વાળી કડીનું આવર્તન).. ત્રોટક : ૯૯-૧૦ધવલ' મથાળે ૧૨૫-૧૩૦ રનીયામUT૦ ના આવર્તનથી ચોપાઈ : પ-૧૪, ૧૯-૩૧, ૩પ-૪૧, ૪૪-૪૫, ૭૫-૭૯, ૮૪-૮૯, ૯પ૯૮, ૧૦૧-૧૧૫,૧૧૭,૧૨૪, ૧૩૧-૧૩૨, • ગેય પદ : વીવાહલઉ નીચે ૬ ૧મી ધ્રુવા અને અને ૬૨-૭૦ (ચારે સરખાં ચરણ), ‘વસંત રાગ નીચે. (સવૈયાની દેશી જેવી) ૧૩૩-૧૩૫
કથાનક નાનું પણ રોચક છે : ઉજેણીનગરીમાં વયરસિંધુ નામનો રાજા રાજ્ય કરતો હતો ત્યારે ત્યાં રતનસાર નામનો એક શેઠ હતો. અને સત્યભામા નામની પત્ની હતી. એક દિવસે એ ચિંતામાં બેઠી હતી ત્યારે શેઠે જઈ ચિંતાનું કારણ પૂછતાં પત્નીએ કહ્યું કે આપણી પાછળ કોઈ વારસ નથી, ત્યારે રતનસારે કહ્યું કે વાત પુણ્યને અધીન છે. અને બંનેએ જિનપૂજન કરવા માંડ્યું, પરિણામે મંગલકલશ' નામનો પુત્ર જન્મ્યો. જરા મોટો થયે રૂ૫ અને ગુણથી સંપન્ન એ પુત્ર કુમારવાડીમાં ફૂલનો કંરડિયો ભરી નીકળતો હતો ત્યાં દેવવાણી થઈ કે તારો રાજકુમારી સાથે લગ્નસંબંધ થશે. બીજે અને ત્રીજે દિવસે પણ વાડીમાં એવી જ દેવવાણી એણે સાંભળી. આથી એને થયું કે હું પિતાને વાત કરું. પરંતુ ત્યાં તો ભારે વા-વંટોળ ઊઠ્યો અને એમાં એ ભૂલો પડ્યો અને જંગલમાં એકલો રખડવા લાગ્યો. ત્યાંથી એક સરોવરને કાંઠે આવ્યો ત્યાં હાથપગ ધોઈ આગળ જોવા માટે વૃક્ષ ઉપર ચડ્યો ત્યાંથી એને દૂર સળગતો અગ્નિ દેખાયો. ત્યાં જતાં માલૂમ પડ્યું કે એ ચંપાપુરના રાજાના મંત્રીની છાવણી હતી. એકલા આવી ચડેલા આ કુમારને મંત્રી પોતાને ઘેર લઈ જાય છે, જ્યાં એની સારી રીતે ખાતર-બરદાસ્ત કરવામાં આવે છે. એને નવાઈ લાગે છે, પરંતુ મંત્રી ખુલાસો કરે છે કે, આ નગરમાં રાજાની કુંવરીનાં લગ્ન મારા પુત્ર સાથે કરવાનાં છે, પણ એ કોઢિયો છે અને મારી ઈચ્છા છે કે એને સ્થાને વર તરીકે તને રજૂ કરું.’ મંગલકલશે આ સામે પૂરો અણગમો બતાવ્યો, પરંતુ મંત્રીએ સખત ધાકધમકી આપી, પરિણામે મંગલકલશનાં ચંપાપુરની રાજકુમારી રૈલોક્યસુંદરી સાથે લગ્ન થયાં. રાજાએ કુંવરીને મોટો દાયજો આપ્યો, તો મંગલકલશને પણ ઘોડા વગેરે આપ્યા. જાન ઘેર આવતાં મંત્રીએ મંગલકલશને રાજાએ આપેલી ચીજવસ્તુઓ અને ઘોડા સાથે હાંકી કાઢ્યો. મંગલકલશનાં માબાપે તો ઘણા દિવસ થઈ જવાને કારણે મરેલો માની લીધેલો, પણ ત્યાં તો પોતાને મળેલી