SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ ખંડ ૨ : ૧૮ થી ૩૫ કડીઓ રોળાની, ૩૬મી ૨૮ માત્રાની સવૈયાનાં બે ચરણ છે – જેમાં પ્રથમની ૧૬ માત્રામાં ૮-૮ માત્રાના પ્રાસબદ્ધ ટુકડા છે. ખંડ ૩ : ૩૬ થી ૫૪ કડીઓ બરોળાની, પ૫મી સવૈયાના ઢાળની છે. ખંડ ૪ : ૫૬ થી ૬૮ ચોખા દોહરા છે, પરંતુ એમાં પૂર્વાર્ધના એકી ચરણને અંતે “વરતોયછે અને ઉત્તરાર્ધના એકી ચરણને અંતે “મૃતોય એવાં પ્રતીક ઉમેરાયેલાં છે, જેને લઈ એ એક સુંદર ગેય ગીત થઈ જાય છે; ૬૯મી કડી સવૈયાની ઢાળની છે. ભ્રષ્ટ પાઠને કારણે ચોક્સાઈ જરા મુશ્કેલ બને છે. ખંડ ૫ : કડી ૭૦થી ૯૫ ચોખાં ચરણાકુળનાં ચાર ચાર ચરણ છે. ખંડ ૬ : કડી ૯૬થી ૧૧૪ રોળા અને ૧૧૫મી સવૈયાનાં બે ચરણ છે. ખંડ : ૭ કડી ૧૧૬થી ૧૧૯ બરોળા' આમાં ખંડ બીજાથી છઠ્ઠા સુધીમાં સાત ક્ષેત્રો એટલે કે સાત પ્રકારનાં ધર્મકાર્યોનો ખ્યાલ આપ્યો છે. આમાં પહેલું ક્ષેત્ર તે જિનમંદિર કરાવવું છે. આ પછી જિનબિંબ કરાવવાં, પૂજા-આંગી-આભરણ-કૂલના જિનમૂર્તિઓને શણગાર, આરતી-ઉત્સવ કરાવવા, સ્વાધ્યાય-દાન વગેરે કરવાં, આ ચારની વિગતો આપવામાં આવી છે. કાવ્યત્વે એમાંથી કશું મળે નહિ, છતાં જિનમંદિરોમાં થતા ઉત્સવો વખતે ‘તાલારસ’ અને ‘લકુટારસથી ખેલા નૃત્ત કરતા એ મહત્ત્વપૂર્ણ વાત નોંધાઈ ગઈ છે : બઇસઈ સહૂઈ શ્રમણ સંઘ સાવય ગુણવંતા | જોઈ ઉચ્છવુ જિનહ ભુવણિ મનિ હરષ ધરતા | તીછે તાલારસ પડઈ બહુ ભાટ પઢતા! અનઈ લકુયરસ જોઈઈ ખેલા નાચતા ૪૮ સવિ હૂ સરિષા સિણગાર સવિ તેવડ તેવડા ! નાચીય ધામીય રંભ રે તઉ ભાવઈ રૂડા | સુલલિત વાણી મધુરિ સાદિ જિણ-ગુણ ગાયતા તાલ-માનું છંદ-ગીત-મેલું વાજિંત્ર વાજંતા ૪૯ તિબિલાં ઝાલરિ ભેરુ કરડિ કંસાલાં વાજઇI પંચ શબ્દ મંગલિક હેતુ જિણભુવણઈ છાજધા પંચ શબ્દ વાજંતિ ભાટુ અંબર બહિરંતઉT ઇણ પરિ ઉચ્છવુ જિણ-ભુવણિ શ્રીસંઘુ કરતી ||૫Oા106 શ્રિમણોનો સમૂહ અને ગુણવંત શ્રાવકો બેસે છે. મનમાં હર્ષ ધારણ કરીને જિનમંદિરમાં થતા ઉત્સવ જુએ છે. ત્યાં તાલારસ (= હીંચ - હમચી) થાય છે. ભાટ લોકો વાણી બોલે છે, અને ખેલાડીઓ લકુયરસ (દાંડિયારસ ખેલે છે તે) જોવામાં આવે છે. બધાના સરખા શણગાર છે, બધા સરખી ઉંમરના છે. ત્યાં અપ્સરા રંભા જેવી સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે તે ખૂબ ગમે છે. સુલલિત વાણી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy