SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ રસ અને ફગુ સાહિત્ય ૧૨૭ એણે સાંકળી લીધા છે. કાવ્યનું વસ્તુ તો તદ્દન નાનું છે. વિજયનગર (ટીકાકાર જેને વિક્રમપુર' કહે છે તે)નો રહીશ કોઈ યુવક ધંધા-અર્થે ખંભાત જઈને રહેલો છે. એની પ્રિયા પતિના લાંબા સમયના પરદેશવાસથી ઝૂરે છે. સામોર (મૂત્રત્યાહુ = સં. મૂળસ્થાન = મુલતાન અને આ એક લાગે છે, ત્યાં)નો એક પથિક કોઈ ખાસ કામે સંદેશો લઈને ખંભાત જાય છે; એ વિજયનગરમાંથી પસાર થતાં પેલી યુવતિના નિવાસની નજીક નીકળે છે તેના ઉપર યુવતિની દૃષ્ટિ પડતાં એને રોકી ભાળ પૂછે છે. પેલો પથિક ખંભાત તરફ જ જાય છે એ જાણી લાંબો સમય થતાં ખંભાતમાં રોકાયેલા પોતાના પ્રિયને ઉદ્દેશી સંદેશો લઈ જવા વિનંતી કરે છે જેમાં યુવતિ પોતાના વિરહની વ્યથા વિસ્તારથી વ્યક્ત કરે છે. પેલો મુસાફર સંદેશો લઈને નજર બહાર થાય છે ત્યાં જ લાંબે સમયે આવતો પ્રિય નજરે પડે છે અને આમ વિપ્રલંભ શૃંગારની અવસ્થામાંથી સંભોગ શૃંગારની અવસ્થા મૂર્ત થતાં કાવ્ય પૂરું થાય છે. આ નાના વસ્તુની પાછળ કવિએ સ્વપ્રતિભાબળે એક તેજસ્વી કાવ્ય રચી આપ્યું છે. પહેલા “પ્રકમ'ની ૨૩ કડી માત્ર પ્રાસ્તાવિક છે; બીજા પ્રકમમાં ૨૪મી કડીથી કથાતંતુનો વિકાસ આરંભાય છે : “વિજયનગરમાંની કોઈ એક ઉત્તમ રમણી, ઊંચાં સ્થિર સ્તનોવાળી, ભ્રમરી જેવી કટિવાળી, હંસગતિ, દીનમુખવાળી, લાંબો આંસુનો પ્રવાહ વહાવતી, પ્રિયતમની રાહ જોઈ રહી છે. કનકાંગી એ લલનાનું શરીર વિરહાગ્નિથી શયામ પડી ગયું છે; જાણે કે પૂર્ણ ચંદ્રને રાહુએ પ્રસ્યો ન હોય! આંખ પોપટા થઈ ગઈ છે; દુઃખથી પીડાયેલી રડી રહી છે; એનો અંબોડો પણ જાણે કે હાંફી રહ્યો છે, અને અંગો મરડાઈ રહ્યાં છે. વિરહાનલથી તપી ઊઠેલી તે લાંબા નિસાસા નાખે છે; બાવડાં તોડી રહી છે. આ પ્રમાણે જ્યારે મુગ્ધા વિલાપ કરી રહી હતી ત્યારે, પગે ચાલવાથી શ્રમ અનુભવતો (અને તેથી) અડધોપડધો ખેદ અનુભવતો ત્યાંથી પસાર થતો પથિક જોવામાં આવ્યો.”૮ પથિકને બોલાવી એ ક્યાંથી આવે છે અને ક્યાં જવાનો છે એવું યુવતિએ પૂછ્યું ત્યારે પથિકે પોતાના વતન સામોરનગરનું આલંકારિક વર્ણન આપ્યું તે વર્ણન કવિત્વપૂર્ણ છે. નગરનાં વિવિધ ઉદ્યાનોનો ખ્યાલ આપતાં પથિક વનસ્પતિઓની માત્ર નામમાલા જ કહી બતાવે છે. આ પદ્ધતિ પછીથી પણ પ્રચલિત થઈ અને હકીકતે શુષ્ક પ્રકારની જ બની રહી. સામોરમાં “સૂર્યતીર્થ” હતું અને આ નગરનું જ બીજું નામ મૂઠ્ઠાણુ (સં. મૂત્રરસ્થાને ગુજ. મુલતાન) હતું, એ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનું છે. પોતાને પત્રવાહક તરીકે ખંભાત જવા પોતાના સ્વામીએ રવાના કર્યો છે એવી પથિકની વાત સાંભળતાં યુવતિને ખૂબ જ દુઃખ થયું. એ પહેલાં જ પથિકના વર્ણનમાં ઉદ્દીપક સામગ્રી તો નિરૂપાઈ હતી જ. યુવતિએ જવા ઉતાવળ કરતા પથિકને પોતાના પ્રિય તરફનો સંદેશો આપતાં ભિન્નભિન્ન છંદોમાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy