________________
રાસ અને શગુ સાહિત્ય ૧૧૯
ભારતવર્ષમાં શાસ્ત્રીય માર્ગ અને દેશી સંગીતની રચનાઓ પ્રચલિત હતી, ભલે બચી ન હોય. ગીતગોવિંદ' સમૂહનૃત્તમાં કે વ્યક્તિનિષ્ઠ નૃત્તમાં ઉપયુક્ત થતું હશે કે નહિ એ એમાંથી ભલે પ્રમાણિત થતું ન હોય, એ ગેય તેમજ અભિનયક્ષમ રચના છે એમાં તો શંકા નથી.૫૦ આવી સુમધુર રચનાઓ અપભ્રંશમાં નથી." સંદેશક-રાસક' રચના ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશકાલ'ની રચના છે. એમાં છંદોનું વૈવિધ્ય પણ છે જ. એ શૃંગારિક કવિતા આપે જ છે; અને એક ધારણા એવી છે કે મુલતાનના પ્રદેશમાં હજી મુસ્લિમ સત્તા નહોતી તે પૂર્વે જ “સંદેશક-રાકની રચના થઈ છે; તો એને સિદ્ધરાજ કે કુમારપાળના સમયની રચના કહેવી પડે. આમ છતાં જયદેવના ગીતગોવિંદની રચના તો “સંદેશક-રાક પૂર્વની રહે. જેમ ઈ.૧૧૮૫ના શાલિભદ્રસૂરિના “ભરતેશ્વર-બાહુબલિરાસ'માં ગેય કોટિના જુદા પડતા છંદોની દેશીઓનાં દર્શન થાય છે તેવી જ રીતે એની પૂર્વે રચાયેલી જયદેવના સંસ્કૃત “ગીતગોવિંદની અષ્ટપદીઓ પણ દેશીઓમાં રચાયેલી જોવા મળે છે. એટલે અબ્દુરૂ રહેમાને વિરહાંક અને સ્વયંભૂના ‘રાસકની વ્યાખ્યાના બંધનમાં રચના કરી હતી એમાંથી આગળ વધી શુદ્ધ ગેય દેશીઓમાં “ભરતેશ્વર-બાહુબલિરાસ' એ રચના અસ્તિત્વમાં આવી. સંસ્કૃત ગીતગોવિંદ' તો એ પહેલાં જ સિદ્ધ થઈ ચૂકેલી રચના હતી. સાહિત્યપ્રકાર તરીકે આ ત્રણે રચના ચોક્કસ પ્રકારના બે સીમાસ્તંભ રજૂ કરી આપે છે.
રાસ : સાહિત્યપ્રકાર આ પૂર્વે બતાવ્યું તે પ્રમાણે, “સંદેશક-રાસકનો કર્તા અબ્દુર રહેમાન પોતાની રચનાને રાસક' કહે જ છે, “ભરતેશ્વર-બાહુબલિરાસ નો કર્તા શાલિભદ્રસૂરિ પોતાની રચનાને રાસહ છંદિહિ' (‘રાસ'ના છંદોથી) બાંધે છે, તો ભિન્નભિન્ન અક્ષરમેળ છંદોને ગેય દેશીબંધની અષ્ટપદીઓની આસપાસ બાંધીને બાર સર્ગોમાં જયદેવે ગીતગોવિંદ બાંધ્યું છે. પ્રકારની દષ્ટિએ વિચારતાં, અબ્દુર રહેમાન, વિરહાંકે પોતાના વૃત્તજાતિસમુચ્ચય' ગ્રંથમાં “રાસકની વ્યાખ્યા આપી છે તેને, ચુસ્તપણે વળગી માત્રામેળ છંદોમાં અને થોડા જ અક્ષરમેળ છંદોમાં “દૂતકાવ્ય' આપે છે. અબ્દ રહેમાનને આપણે, મુનિશ્રી જિનવિજયજી સ્વીકારે છે તેમ પર ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં સ્વીકારીએ તો જયદેવના સમયથી એક સદી એ મોડો આવે છે. જયદેવ માત્રામેળ શુદ્ધ છંદોનો ઉપયોગ ન કરતાં છંદોની દેશીઓ પ્રયોજી છે અને અષ્ટપદીઓ પ્રબંધો)ની આસપાસ તો અક્ષરમેળ વૃત્તો જ પ્રયુક્ત કર્યો છે. એના વિસે પ્રબંધોની દેશીઓને તપાસતાં ચોપાઈ, ચરણાકુળ, સવૈયાચાલની દેશીઓ થોડાથોડા વૈવિધ્ય, હરિગીતની દેશી, ઝૂલણાના ટુકડાની દેશીઓ, શુદ્ધ કામિનીમોહન