________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૫
રાજા મુનિચંદ્ર
(આ કથાનક ચન્દ્રાવતુંસક રાજાના નામે પણ પ્રસિધ્ધ છે.) સંધ્યાકાળનો સમય છે. રાજ્યના કામથી પરવારી રાજા મુનિચંદ્ર સાંજના ચૌવિહાર કરી અંત:પુરમાં આવ્યા. એકલા જ હતા, ચિંતવન કરવા લાગ્યા.
મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહેલું, એક ક્ષણ પણ નકામી વેડફીશ નહીં. અત્યારે કુરસદ છે - રાણી અંતઃપુરમાં નથી આવી. એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં. કાઉસગ્ન કરું એમ વિચારી સામે દીવો છે, મનથી નક્કી કરે છે, “દીવો બળે છે ત્યાં સુધી કાઉસગ્ગ કરું એમ મનથી પ્રતિજ્ઞા કરી. | મીણના પૂતળાની માફક કાઉસગ્ગ ધાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંત:પુરમાં બધું ઠીક ઠાક કરવા આવી એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. પણ દીવામાં ઘી ઘટતું જતું હતું. ધી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને દીવો ઓલવાઈ જશે તો રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દીવામાં તેલ પર્યું. દીવો ઓલવાતો બચ્યો એટલે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા જ રહ્યા. વળી તેલ પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું તેલ દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે - દીવો હજી સળગે છે - કાઉસગ્ગ પૂરો ન થાય - પ્રતિજ્ઞા કેમ તોડાય ? વખત વહેતો જાય છે. શરીરમાં કળતર થવા માંડે છે - પગ થાક્યા છે. પણ રાજા દઢપણે કાઉસગ્નમાં ઊભા જ રહ્યા. વિચારે છે, આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે, ત્યાં અનંત વખત શરીર છેદાયું - ભેદાયું છે, એનાથી તો આ વેદના અનંતમા ભાગની જ છે. આ વેદના સહન કરવાથી અનંત ગુણી નિર્જરા જ થનાર છે.
આમ કાઉસગ્ગ ધ્યાનમાં જ દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ તેલ પૂરવું બંધ કર્યું અને દીપક બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પારી, રાજાજી પગ ઉપાડી પલંગ તરફ જવા જાય છે, પણ અંગો ઝલાઈ ગયાં હોવાથી નીચે પડી જાય છે. પણ પંચ પરમેષ્ટિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી સીધો તેમનો જીવ દેવલોકમાં જાય છે.