________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૪
અંબિકા મરીને દેવલોકમાં દેવી થઈ છે. અંબિકાના ભાવ મરતી વખતે શુદ્ધ હતા એટલે તે મરીને દેવી થઈ પણ સોમભટ્ટના ભાવ એટલા શુદ્ધ ન હતા તેથી મરણ કષ્ટથી દેવપણામાં અંબિકાનું સિંહનું વાહન થનાર દેવ થયો. આ રીતે તેઓ દેવ અને દેવી થયાં.
અંબિકાને ભગવાન તેમનાથ ઉપર અથાગ પ્રીતિ હતી, એટલે તે દેવી થઈ અને ભગવાન નેમનાથની અધિષ્ઠાયિકા દેવી બની. જે કોઈ ભગવાન નેમનાથની સેવા, ભક્તિ - શ્રદ્ધાથી કરે છે, અંબિકા દેવી તેઓના મનોરથ પૂર્ણ કરે છે.
સોમભટ્ટ દેવ થયા, પણ એમને ત્યાં સિંહનું રૂપ ધારણ કરવું પડે છે ને અંબિકા દેવીના વાહન બનવું પડે છે.
જ્ય બોલો દેવી અંબિકાનો.
-
-
"
:
'
ક'
છે. -
ગધેડું કશાય બદલાની અપેક્ષા વિના માનવીને ત્યાં નિષ્કામભાવે મજૂરી કરવાનું એણે સમર્પણવ્રત લીધું...ને પીઠ પર ઊંચકાય એટલો - એથીય વધુ - માલ ભરી ભરીને એણે માનવીનો ભાર વહ્યા કર્યો.
| આટઆટલી સેવા કરવા છતાંય એણે કદી અહંકાર ન કર્યો. માનવીએ ડફણાં માર્યા તોય સહી લીધાં. અપમાન કર્યું તોય વેઠી લીધું. ખાવા માટે ઘાસ પણ ન માગ્યું. રહેવા કાજે છાપરું પણ ન ઇછ્યું. ઉકરડે અથડાઈને જ પેટ ભર્યું.
છતાંય રૂદિયામાં કશોય જ રાખ્યો નહિ.
એટલું જ નહિ, આટઆટલાં અપમાન, માર ને ઢસરડા વચ્ચે પણ એણે તો ઉકરડની ધૂળમાં આળોટીને જ પોતાનો આનંદ માણી લીધો.
| વાહ રે નિષ્કામ સમર્પણવ્રતી ! | ગધવ જેવું સમર્પણવ્રત અપનાવીએ.
''
':