________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૩
શ્રી ઉદયન મંત્રી
એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરને જીતવા તેમના મંત્રી ઉદયનને મોકલ્યા. તે પાલિતાણા આવતાં, તલાટી દર્શન કરીને શ્રી ઝષભદેવ ભગવાનને વાંદવાની ઇચ્છા થવાથી બીજા સૈનિકોને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુજ્ય પર્વત ઉપર ચડ્યા. દર્શન વંદન કરીને ત્રીજી નિસહી કહી ચૈત્યવંદન કરવા બેઠા.
ચૈત્ય વંદન કરતાં તેમની નજર સમક્ષ એક ઉદર દીવાની સળગી વાટ લઈ પોતાના દર તરફ દોડતો દેખાયો. દહેરાસરના પૂજારીએ આ જોતાં દોડી ઉદર પાસે વાટ છોડાવી હોલવી નાખી. આ જોતાં મંત્રીએ મનથી વિચાર્યું - આ મંદિર તો કાષ્ઠનું છે. કાષ્ઠના થાંભલા છત વગેરે હોવાથી કોઈ વખત આવા બનાવને લીધે આગ લાગવાનો સંભવ ખરો.
રાજ્યના રાજાઓ તથા સમૃદ્ધ વેપારીઓ કાષ્ઠ મંદિરને પથ્થરનું બનાવી જીર્ણ ચૈત્યને નૂતન કેમ ન બનાવે ? તેઓ ન કરે તો મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો રહ્યો. આવી ભાવનાથી તેમણે પ્રભુ સમક્ષ જ્યાં સુધી જીર્ણોધ્વર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબૂલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ ક્ય. અને સિદ્ધગિરિ પરથી ઊતરી પ્રયાણ કરતાં પોતાના સૈનિકોની સાથે થઈ ગયો.
સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પોતાનું સૈન્ય ભાગવાથી પોતે સંગ્રામમાં ઊતરી શત્રુ સૈન્યને ઘાયલ કરવા લાગ્યા. પોતે શત્રુનાં બાણોથી ઘણા ઘવાયા પણ પોતાના બાણથી સમરરાજાને જીતી શક્યા. આથી શત્રુ સૈનિકો ભાગી ગયા અને તે દેશમાં પોતાના રાજા કુમારપાળની અહિંસાની આજ્ઞાઓ આપી મંત્રી સ્વદેશ તરફ પાછા ફર્યા.
માર્ગમાં શત્રુના પ્રહારની પીડાથી ઉદયન મંત્રીને આંખે અંધારાં આવવાથી મૂઈ પામી પૃથ્વી પર પડ્યા. અને કરુણ સ્વરે રોવા લાગ્યા. સામંતોએ તેમના ઉપર પાણી છાંટી પોતાનાં વસ્ત્રોથી પવન નાખી તેમને કંઈક શુદ્ધિમાં લાવ્યા અને પૂછ્યું, 'તમારે કંઈ કહેવું છે ? ત્યારે ઉદયન મંત્રીએ કરુણતાથી કીધું, મારા મનમાં ચાર શલ્ય છે. પોતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, શત્રુંજય ગિરિ પર પથ્થરમય પ્રાસાદ બનાવવો. ગિરનાર પર્વત પર ચડવા નવાં પથ્થરનાં પગથિયાં કરાવવાં અને છેલ્લે અંત સમયે મને કોઈ મુનિ મહારાજ પુણ્ય સંભળાવી સમાધિ કરણ કરાવે.