________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯૯
હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિને ગુસ્સો આવ્યો. એટલે પોતાનું બળ બતાવવા તે ગાયને શીંગડા વતી પકડીને આકાશમાં ભમાવી. ઉછાળીને પાછી ઝીલી પણ લીધી. પછી એવું નિયાણું કર્યું કે, "આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણાં પરાક્રમ અને બળવાળો થાઉં. ” પછી કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વે કરેલા નિયાણાની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો.
ત્યાર પછીના ત્રિપૃષ્ઠ વાસુદેવ નામના ભવમાં આ વિશ્વભૂતિના જીવને અતુલ અને અપૂર્વ શક્તિ મળી, પણ સાધુતા ના સાંપડી. એ શક્તિએ એમના આત્માને પતનના પંથે દોર્યો. મરીને નરકમાં ગયો એમનો આત્મા. મરીચિ, વિશ્વભૂતિ, ત્રિપૃષ્ઠ અને શ્રી મહાવીર - એ એક જ આત્માના જુદા જુદા ભવો છે. આથી ચોખ્ખું સમજાય છે કે કરેલાં પાપ કર્મો કોઈને છોડતાં નથી.
જનારું જાય છે
જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જા: હૃદયમાં રાખી જિનવરને પુરાણાં પાપ ધોતો જા. જનારું૦૧
બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનાર
દયા સાગર પ્રભુ પારસ, ઊછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા. જનારું૦૩
જિગરમાં ડંખતાં દુ:ખો, થયા પાપે પિાણીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જનાજ
અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જૂઠી જગ માયા, ચેતન જયોતિ જગાતો જા. જનારું૦૫
ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે; અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જના૦૬