________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૮
વિશ્વભૂતિ અને વિશાખાનંદી || ૯૯.
મરીચિનો જીવ કેટલાક ભવો પછી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા શુભ કર્મથી તે વિશાખાભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો.
વિશ્વભૂતિને તેના કાકાનો દીકરો વિશાખાનંદી નામે ભાઈ હતો. એક વખત વિશ્વભૂતિ પોતાના અંત:પુર સહિત પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં કીડ કરતો હતો ત્યાં વિશાખાનંદી ઓચિંતો આવ્યો પણ ઉદ્યાનમાં વિશ્વભૂતિ હોવાથી અંદર દાખલ થઈ શક્યો નહીં. તેથી તેને બહાર કઢાવવા એવો ખોટો પ્રચાર કરાવ્યો કે એક સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેને પકડવા રાજા પોતે જાય છે. એ ખબર સાંભળી સરળ સ્વભાવી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી બહાર આવ્યો. આ તકનો લાભ લઈ વિશાખાનંદી ઉઘાનમાં પોતાના અંત:પુર સાથે પેસી ગયો. વિશ્વભૂતિએ રાજાને જવાની જરૂર નથી એમ સમજાવી લશ્કર સાથે પોતે ગયો. થોડા જ વખતની કૂચ કરતા પુરુષસિંહ સામંત મળી ગયો અને તે રાજાને આશાવંત છે એમ જાણી પોતે પાછો વળ્યો. રસ્તામાં પુષ્પકરંડક વન પાસે આવતાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખાનંદીકુમાર છે. તે સાંભળી તે ચિંતવવા લાગ્યા કે, મને કપટ વડે પુષ્પકરંડક વનમાંથી કાઢ્યો તેથી બ્રેધ પામી એક મુષ્ટિ વડે કોઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. તેથી ઝાડનાં બધાં કોઠાં ફળ જમીન ઉપર પડ્યા. અને વિશાખાનંદીના સાંભળતાં બોલ્યો કે, જો વડીલ પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા સર્વનાં મસ્તકો ભૂમિ પર પાડી નાખત. આમ ધુંવાપૂવાં થયેલો વિશ્વભૂતિ સંસારના પ્રપંચોથી કંટાળી ગયો. તે સંભૂતિ મુનિની પાસે ગયો અને ચારિત્ર ગ્રહણ કર્યું.
ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરતાં અને પ્રખર તપ તપતાં તપતાં વિશ્વભૂતિ મુનિ મથુરામાં આવ્યા. એ જ દિવસે વિશાખાનંદી રાજપુત્રીને પરણવા મથુરા આવેલ. વિશ્વભૂતિ મુનિ મા ખમણના પારણે પારણું કરવા ગોચરીએ જતા હતા. તેઓ વિશાખાનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસોએ આ વિશ્વભૂતિ કુમાર મુનિ જાય' એમ કહી વિશાખાનંદીને ઓળખાવ્યા. તેમને જોતાં જ વિશાખાનંદીને કોપ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ એક ગાય સાથે અથડાયા અને ઢળી પડ્યા. તે જોઈને કોઠાનાં ફળોને તોડવાનું તારું બળ ક્યાં ગયું ? એમ કહીને વિશાખાનંદી