________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૭૮
લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર શયનગૃહમાં ગયો, ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિતપણે વૈરાગ્યની વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી એકેક વાર્તા દરેક સ્ત્રીએ કહી. તેના જવાબમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી આ વાર્તાઓ ચાલતી હતી તે સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર, અવસ્થાપિની અને તાલોદ્દઘાટિની (તાળાં ઉઘાડે) વિદ્યાના પ્રભાવથી, જંબૂકુમારના મહેલમાં આવીને ચોરી કરવા લાગ્યો. તે સર્વને કોઈ દેવતાએ ચંભિત કર્યા. એટલે પ્રભવ ચોરે વિચાર્યું કે,
આ મહાત્માથી જ હું પરિવાર સહિત ચંભિત થયો છું." એમ વિચારીને બધી સ્ત્રીઓને ઉત્તર-પ્રત્યુત્તર આપીને સમજાવતાં જંબૂકુમારની સામે પ્રગટ થઈ તેણે કહ્યું કે, હે મહાત્મા ! હું આ દુષ્ટ વ્યાપાર, ચોરી કરવાના કામથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા લો અને તમારી સ્થભિની વિદ્યા મને આપો.” તે સાંભળી જંબૂકુમાર બોલ્યા કે, હું તો પ્રાત:કાળમાં જ આ સાંસારિક બંધનોનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું. એટલે મારે તારી વિદ્યાની કોઈ જરૂર નથી. વળી હે ભદ્ર ! મેં કાંઈ તને સ્વૈભિત કર્યો નથી. પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી પ્રેરાઈ તને ચંભિત કર્યો હશે. તેમ જ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધનારી શ્રી સર્વાભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું."
એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો, હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી !" જંબૂકુમારે જવાબ આપ્યો કે, “કિપાક વૃક્ષના ફળની જેમ અંતે દાણ કષ્ટને આપનારા અને દેખીતા જ માત્ર મનોહર એવા વિષયોને ક્યો ડાહ્યો માણસ ભોગવે ? મતલબ કોઈ ન ભોગવે એમ કહી તેણે પ્રથમ મધુ બિંદુનું દષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે, “તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે. કેમ કે પિંડ આપનારો પુત્ર ન હોય તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી" તે સાંભળીને જંબૂકુમારે હસીને કહ્યું કે, “જો એમ હોય તો સૂવર, સર્પ, શ્વાન, ગોધા વગેરેને ઘણા પુત્રો હોય છે તેથી તેઓ જ સ્વર્ગે જશે. અને બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્ય પાળનાર સ્વર્ગે નહીં જાય ?"
પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી તેમાં પહેલી અને સૌથી મોટી સમૂદ્રશ્રી બોલી કે, “હે સ્વામી ! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે ચારિત્ર લેવા ઇચ્છો છે ? જંબૂકુમારે જવાબ આપ્યો કે, “વીજળીની જેવી ચપલ લક્ષ્મીનો