________________
જૈન શાસનના ચમકતા હીરાઓ પ ર૭૪
પદમશેખરરાય
૯૩.
પૃથવીપુરે પદ્મશખર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનો રાગી હતો. તેથી તે જ્યારે રાજસભામાં આવી બેસતો ત્યારે સભા સમક્ષ જૈન ગુરુના ગુણોનું વર્ણન કરતાં એટલી બધી સારી રીતે સમજાવતો કે તે સાંભળી પ્રાણીઓના હૃદયમાં તેઓના પર બહુમાન અને આદર થયા વગર રહે નહીં. જેમ કે "પ્રમાદમાં પડેલા બીજાઓને અટકાવે, પોતે પણ પાપરહિત માર્ગ પર ચાલે, મોક્ષાર્થી પ્રાણીઓને તત્ત્વ ગ્રહણ કરાવે, અને પોતે સર્વનું હિત જ કરે તેવા હોય તેઓને સદગુરુ કહીએ.”
વળી “કોઈ વંદના કરે તેથી રાજી થાય નહીં, કોઈ હેલના કરે તેથી તેઓ નારાજ થાય નહીં, ચિત્તને દમન કરીને ધીર વીર થઈ ચાલે, રાગ અને દ્વેષને જેમણે હણી નાખેલા છે, એવા ધીર મુનિઓ હોય છે. વળી બે જાતના ગુરુ બતાવ્યા છે : તપોવઉત્તે અને નાણોવઉત્તે. તપોવઉત્તે તેઓ તપયુક્ત હોય છે. તેઓ પોતાના આત્માને તારે છે જ્યારે નાણાવઉત્તે એટલે જ્ઞાનના ઉપયોગવાળા ગુરુ વહાણ સમાન છે તેથી તેઓ પોતાના અને પરના આત્માને તારે છે. આવી રીતે ગુરૂના ગુણોનું દરરોજ વર્ણન કરી તેઓએ ઘણા જૈન ધર્મી બનાવ્યા. પરંતુ તે જ નગરમાં એક જ્ય નામનો વાણિયો નાસ્તિક મતવાળો હતો, તે લોકોની પાસે એવો ઉપદેશ કરતો કે, ઇન્દ્રિઓ પોતપોતાના વિષયમાં પ્રવર્તે છે તેને રોકી રાખવી એ બને તેવું છે જ નહીં. માટે આ તપશ્ચર્યા દ્વારા શરીરનું શોષણ કરવું એ કેવળ મૂર્ખનું જ કામ છે. તપ કરવાથી પરલોકમાં સુખ મળશે એમ લોકો કહે છે. પણ સ્વર્ગ છે કે નથી એ કોણ જાણે છે ?"
જેમ રાજા પદ્મશેખર લોકોને ધર્મ તરફ વાળતો હતો તેમ આ જ્ય વગિક લોકોને ભરમાવી પાપમાર્ગે વાળતો હતો. તે કહેતો હતો કે તપ કરી અત્યારે તો દુઃખી જ થવાનું છે. મર્યા પછી સુખ મળશે એ મૂર્ખ લોકોની માન્યતા છે. માટે આ જન્મમાં ખાનપાન કરી મન માન્યું સુખ ભોગવી લેવું જોઈએ. વગેરે.
પદ્ધશેખર રાજાએ આ વણિકની રીતભાત જાણી, એને ધર્મમાર્ગે વાળવા એક કીમિયો કર્યો. એક લાખ સોનામહોરનો એક કીમતી હાર તે જ વાણિયાના ઘરમાં તેના ખાનગી દાગીના ભરવાના દાબડામાં મુકાવી દીધો અને નગરમાં ઢંઢેરો પીટાવ્યો