________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૭૩
મળી તેઓના પાંડિત્યની પરીક્ષા કરવા માટે એક ઘીનો થાળ ભરી તેમની સામે મોકલાવી આપો. પાદલિપ્તાચાર્યે વિચાર કરીને તે થાળમાં એક સોય ઘોંચી તે થાળ પાછો મોકલાવ્યો. આ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેણે પંડિતોને બોલાવી પૂછ્યું કે, આ તમે શી ગુપ્ત સમસ્યા કરી. ત્યારે પંડિતોએ સમજાવ્યું કે, “ધીની પેઠે આ નગર પંડિતોથી ભરપુર છે, માટે આ નગરમાં વિચાર કરીને શક્તિ હોય તો જ આવજો." આચાર્યો તેમાં સોય ઘોંચીને જણાવ્યું કે, “તીક્ષ્ણપણાથી જેમ સોય આ ઘીમાં પેસી જાય છે તેમ હું પણ આ નગરના પંડિતોની પંક્તિમાં ભળી જઈશ. પણ તેઓથી કંઈ પાછો હટીશ નહીં"
વળી પંડિતોએ જણાવ્યું કે, આ જોતાં આચાર્ય કોઈક ખરેખરા વિચક્ષણ છે, માટે તેઓને આપણે માન આપવું એ યોગ્ય જ છે.
પછી પંડિતો સહિત રાજાએ ઘણા ઠાઠથી તેઓને નગર પ્રવેશ કરાવ્યો. પાંચસો પંડિતો સહિત રાજા તેમના વ્યાખ્યાનમાં દરરોજ આવવા લાગ્યા. તેઓના પાંડિત્ય તથા વ્યાખ્યાન કળાથી પંડિતો અને રાજા તથા ત્યાંની પ્રજા ઘણી જ વિસ્મિત થઈ. એટલું જ નહીં પણ આચાર્ય મહારાજે ત્યાં નિર્વાણલિકા અને પ્રેમ પ્રકાશાદિ ગ્રંથો નવા રચીને સંભળાવ્યા. જેથી ઘણાખરા પંડિતો તથા પ્રજા સહિત રાજા પણ જૈન થયા. આવી જૈન શાસનની મોટી પ્રશંસા કરાવી પાદલિપ્તાચાર્યે શ્રી શત્રુંજ્ય પર્વત પર જઈ જાત્રા કરી અને બત્રીશ ઉપવાસના અણસણપૂર્વક તેઓનો આત્મા સ્વર્ગે સિધાવ્યો.
તમારા નાના અવગુણોને મોટા માની યજો. ઇન્દ્રિયો ઉપર જય કરે તે મોટા મહારાજા. અહિંસા અમૃત છે, અપરિગ્રહ અમીરી છે. કુદરત કુકર્મની સજા ધીરે ધીરે કરે છે. અ૫ભાષી સર્વોત્તમ મનુષ્ય છે.
અણબોલાવ્યો બોલે ને તણખલાની તોલે. • તૃષ્ણા એ વધતો જતો રાક્ષસ છે.