________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૧
| હેમચંદ્રાચાર્યે ઉદયનમંત્રીને કહ્યું, તમે કુમારપાળ પાસે જાઓ અને કહો કે આજ રાત્રે તેઓ રાણીના મહેલે ન જાય. ઉદયને તે પ્રમાણે જઈ કુમારપાળને કહ્યું, - કુમારપાળ રાણીના મહેલે એ રાતે ન ગયા. એ રાત્રે તે મહેલ ઉપર વીજળી પડી. મહેલ બળી ગયો ને રાણી પણ મરી ગઈ.
"સવારે મહામંત્રીએ આ સમાચાર સાંભળ્યા. તેઓ તરત કુમારપાળને જઈ મળ્યા. કુમારપાળે આશ્ચર્ય સહ પૂછ્યું, આવી સચોટ ભવિષ્યવાણી કોણે કરી હતી?
શ્રી હેમચંદ્રાચાર્યની આ ભવિષ્યવાણી હતી તે જાણી કુમારપાળ ગદ્ગદ થઈ ગયો અને ત્રણ ત્રણ વાર જેમણે પોતાનો પ્રાણ બચાવ્યો છે તે ક્યાં છે? એ પૂછવા માંડ્યો. તે પાટણમાં જ છે તે જાણી કુમારપાળે તેમને મળવા ઇચ્છા દર્શાવી. મંત્રીએ રાજસભામાં કુમારપાળને પધારવા કહ્યું, અને હેમચંદ્રાચાર્યને ત્યાં તે બોલાવશે એમ ગોઠવ્યું.
આચાર્યશ્રી ઉદયન મંત્રી સાથે રાજસભામાં પધાર્યા. કુમારપાળ તથા બીજા અધિકારીઓ તેમનું સ્વાગત કરવા દરવાજે ઊભેલા. કુમારપાળે નમીને વંદના કરી અને ત્રણ ત્રણ વખત પ્રાણ બચાવવા બદલ આ આખું રાજ તમે સ્વીકારો એવો આગ્રહ હેમચંદ્રાચાર્યને કર્યો. | હેમચંદ્રાચાર્યે જૈન સાધુના આચાર સમજાવ્યા અને અમે આ કંઈ ન સ્વીકારી શકીએ. હા, હોય તો છોડી શકીએ. હવે જો તારે ઉપકારનો બદલો જ વાળવો હોય તો તું તારું આત્મહિત સાધ, તે માટે જિનેશ્વરનો ધર્મ સ્વીકાર. તે પહેલાં પણ વચન આપેલું છે - માટે તે તારું વચન પાળ. તે વચન સાચું કરી બતાવ, કેમ કે મહાપુરુષોનાં વચનો મિઠાં થતાં નથી.
કુમારપાળે કહ્યું, આપ કહેશો તે પ્રમાણે જ હું કરીશ. આપના સતત સંપર્કમાં રહી હું કંઈક તત્વ પ્રાપ્તિ કરી શકીશ. આ સંબંધો રાજા અને આચાર્યના કાયમ મૃત્યુ પર્યત અખંડ રહ્યા. એક વખત કુમારપાળ રાજસભામાં બેઠા હતા ત્યારે દેવ૫ત્તનથી આવેલા સોમનાથ મહાદેવના પૂજારીઓએ પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી પોતાની ઓળખ આપી અને નિવેદન કર્યું કે, "મહારાજા, દેવપત્તનમાં સમુદ્ર કિનારે આવેલું ભગવાન સોમનાથનું કાષ્ઠ મંદિર જીર્ણ થઈ ગયું છે. એટલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો અતિ આવશ્યક છે. અમારી આપને વિનંતી છે કે આ મંદિરના જિર્ણોધ્વરનું પુણ્ય આપ પ્રામ
કરો."
રાજા કુમારપાળને આ સત્કાર્ય ગયું અને પાંચ અધિકારીઓને મંદિરના જિર્ણોદ્ધારનું કામ સોંપ્યું. અલ્પ સમયમાં જ પાષાણનું મંદિર બનાવવાનું કામ શરૂ થઈ ગયું, પણ