________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૦
થો દિવસ શાંતિથી પસાર થયા. ગુપ્તચર દ્વારા સિદ્ધરાજને ખબર પડી કે કુમારપાળ ખંભાતમાં છે. તેણે એક સૈનિકોની ટુકડી ખંભાત કુમારપાળને શોધી મારી નાખવા મોકલી.
ઉદયન મંત્રીને ખબર પડી ગઈ કે, સિદ્ધરાજ કુમારપાળને શોધી મારી નાખવા માગે છે અને તેની શોધમાં સૈનિકો ખંભાત આવી ગયા છે. તેમણે કુમારપાળને હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયમાં મોકલી આચાર્યશ્રીને કુમારપાળને બચાવવા કહ્યું.
ગુરુદેવે કુમારપાળને ભોંયરામાં પુસ્તકોની પાછળ સંતાડી દીધો અને જરકે અવાજ ન કરવા જણાવ્યું.
સૈનિકો શોધતાં શોધતાં ઉપાશ્રયે આવ્યા અને તોછડાઈથી આચાર્યશ્રીને કુમારપાળ અહીં જ છે" આપી દો. એમ રોફથી જણાવ્યું. આચાર્યશ્રીએ અહીં નથી ન માનતા હો તો જોઈ લો બધ." સૈનિકો ચારે બાજુ તપાસ કરી પાછા ગયા. આમ કુમારપાળ એક ઘાતમાંથી બચી ગયા.
થોડી વાર પછી કુમારપાળને ભોંયરામાંથી બહાર કાઢ્યો. કુમારપાળે સૈનિકો સાથેની બધી વાત સાંભળેલી તેણે ગુરુદેવનો ઉપકાર માન્યો અને કદી તમારો આ ઉપકાર નહિ ભૂલું અને આજથી હું તમારો દાસ છું એમ જણાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે રાજ્ય મળે ત્યારે જૈન ધર્મનો પ્રચાર કરજે. ભવિષ્યમાં અસંખ્ય જીવોની તું રક્ષા કરજે એટલે લાભાલાભનો વિચાર કરી આ ચાલાકી વાપરી હતી.
વિ. સંવત ૧૧૯૯ આવતાં કુમારપાળ પાટણ પહોંચી ગયા. તેમની બહેન પ્રેમલદેવીના ઘરે રહ્યા. બનેવી કૃષ્ણદેવે તેને યોગ્ય સન્માન સાથે સાચવ્યો. મહારાજા સિદ્ધરાજ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે જ કુમારપાળ પાટણ પહોંચ્યા હતા. હવે કોઈ ભય નથી એમ કૃષ્ણદેવે જણાવ્યું.
સિદ્ધરાજનું કુમારપાળ પાટણ આવ્યા બાદ સાતમા દિવસે મૃત્યુ થયું અને માગસર વદ ચોથના દિવસે સર્વાનુમતિથી રાજા કુમારપાળ રાજગાદી પર બેઠા.
કુમારપાળ રાજા બન્યા તે સાંભળી હેમચંદ્રાચાર્ય વિહાર કરી ખંભાતથી પાટણ આવ્યા. મહામંત્રી ઉદયનને આ સમાચાર મળતાં તેમણે નગરજનો સાથે આચાર્યદેવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવે કુમારપાળના સમાચાર ઉદયન મંત્રીને પૂછ્યા. જેમણે જેમણે કુમારપાળને ભૂતકાળમાં મદદ કરેલી તે બધાને યોગ્ય પુરસ્કાર આપ્યા છે તેમ મંત્રીએ જણાવ્યું પણ આપને ખાસ યાદ કરતા હોય એમ લાગતું નથી એમ મંત્રીએ જણાવ્યું.