________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૫૮
"ગુરુદેવ! સૃષ્ટિમાં અનેક પ્રકારના માણસો વસે છે. તેમનામાં જુદા જુઘ પ્રકારના ગુણો હોય છે. પ્રભુ ! એ બધામાં શ્રેષ્ઠ ગુણ કયો છે?
ગુરુદેવે કહ્યું, સર્વ શ્રેષ્ઠ ગુણ છે. જે મનુષ્યમાં સત્વ હોય છે તેનામાં બધા ગુણો આવી જાય છે."
આ સત્વ ગુણ વિશે મને વિસ્તારથી સમજાવવા કૃપા કરો." કુમારપાળે વિનવ્યું. હેમચંદ્રાચાર્ય સમજાવે છે: - સત્વશીલ પુરુષ દુખમાં પણ ધર્મ છોડતો નથી. - તે લીધેલી પ્રતિજ્ઞાને ઢતાથી પાળે છે. - તે દુઃખમાં હિંમત હારતો નથી કે નિરાશ થઈ જતો નથી, - તેને માટે કોઈ કામ અશક્ય જણાતું નથી - તે ક્યારેય હાય હાય કે અરેરે એવા કાયરતા સૂચક શબ્દો બોલતો નથી - વર્ષો સુધી દુઃખો સહન કરવાની તે ધીરજ રાખતો હોય છે.
- તે રાજા હોય તો પ્રજાની રક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહે છે. જરૂર પડયે પોતાનું બલિદાન પણ આપી દે છે.
આમ આડકતરી રીતે આચાર્યદેવે કુમારપાળને ભાવિ જીવન અંગે નિર્દેશ આપ્યો. અને કહ્યું, “જોજે કુમાર, તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે ત્યારે હિંમત હારીશ નહીં અને તારા સત્વનો પરિચય કરાવજે.”
કુમારપાળ આ બોધ સાંભળી નમસ્કાર કરી પોતાને સ્થાને ગયો.
હેમચંદ્રસૂરીજીને ખ્યાલ આવી ગયો હતો કે કુમારપાળ સિદ્ધરાજના મૃત્યુ પછી રાજા બને એ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી ! અને એટલે એ ડંખીલો રાજા કુમારપાળને મારી નંખાવવા પ્રયત્ન અવશ્ય કરશે.
અંતે વૃદ્ધ થતા જતા સિદ્ધરાજે કુમારપાળને મારવા તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાળ પણ આ વાત સમજતો હતો. તે સાવધાન હતો. તેણે સમય ઓળખી વતન છોડ્યું. તે સંતાતો-છૂપાતો કરવા લાગ્યો - ક્યારેક ખાવા મળે છે ક્યારેક ભૂખ્યો પણ રહે છે. રખડતાં ક્યારેક પાણીની પણ સગવડ નથી થતી.
એમ કરતાં એક વખત તે ખંભાત આવી ચડ્યો. શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં છે તે જાણતાં તે ઉપાશ્રયે મહારાજશ્રીને વાંદવા ગયો. વંદના કરી.
આચાર્યશ્રીએ કુમારપાળને ઓળખી લીધો. ધર્મલાભના આશીર્વાદ આપ્યા.