________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૭
•
શ્રી કુમારપાળ
૧.
રાજગાદી ઉપર આવ્યો ત્યારે રાજા સિદ્ધરાજ પોતાના કાકાના દીકરા ત્રિભુવનપાળને પોતાના ભાઈ જેવો માનીને તેને માન આપતો હતો; પરંતુ હેમચંદ્રાચાર્ય પાસેથી અંબિકા દેવીનાં વચનો સાંભળ્યાં કે ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ પોતાના પછી પોતાનું રાજ્ય સંભાળશે ત્યારે તેનું મન બદલાઈ ગયું.
ત્રિભુવનપાળની પત્ની કાશ્મીરદેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો તે પછી તેના મનમાં સારી સારી ઇચ્છાઓ જાગવા લાગી. જેવી કે હું જગતના બધા જીવોને અભયદાન આપું ! હું મનુષ્યને બધાં વ્યસનોથી છોડાવું ! હું ખૂબ દાન કરું ! હું પરમાત્માનાં મંદિરો બંધાવું વગેરે વગેરે.
નવ મહિના પૂર્ણ થતાં કાશ્મીરદેવીએ એક સુંદર અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ : “આ બાળક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે.”
નવો જન્મેલો આ પુત્ર સુંદર હતો, સૌને વહાલો લાગે તેવો અને ભાગ્યશાળી હતો. તેનું નામ ‘કુમારપાળ' રાખ્યું.
માતાએ પુત્રને ગુણવાન બનાવવા ઠીકઠીક મહેનત લીધી. તેને વ્યાવહારિક શિક્ષણ સાથે સાથે યુદ્ધકળા શીખવવામાં આવી.
૧૭
યૌવન અવસ્થામાં આવતાં માતાપિતાએ ભોપળદેવી સાથે પુત્રનું લગ્ન કર્યું. કુમારપાળ માતાપિતા સાથે દધિસ્થલીમાં રહેતા હતા. જરૂરી પ્રસંગે ત્રિભુવનપાળ પાટણ જતાં-આવતાં રહેતા. એક વાર ત્રિભુવનપાળ સાથે કુમારપાળ પણ પાટણ ગયા. તેમણે હેમચંદ્રસૂરીજીની ખૂબ પ્રશંસા સાંભળી હતી. તેમણે ઉપાશ્રયે પહોંચી બે હાથ જોડી મસ્તક નમાવી ગુરુદેવને વંદના કરી, પોતાનો અલ્પ પરિચય આપ્યો. ગુરુદેવે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો.
કુમારપાળે નમ્રતાથી આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ ! આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછવો છે.”
ગુરુદેવે સુખેથી પૂછવા કહ્યું,