SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૫૦ બન્ને સાધુઓએ ગામના આગેવાન પાસે જઈ વેલી અને ઉપાડનારા માણસોની સગવડ કરી આવ્યા. વાતો કરતા કરતા અને મિત્રો ક્યારે ઊંઘી ગયા, તેની તેમને ખબર ન પડી. બ્રાહ્મ મુહૂર્તમાં જ્યારે તેઓ જાગ્યા, શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી આંખો ખોલી તો તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ પહાડો વચ્ચે હતા તેમ જણાયું. ખેરાલુથી અહીં કેવી રીતે આવ્યા? આ તો ગિરનાર લાગે છે. કોઈ વિદ્યાશક્તિએ આપણને અહીં લાવીને મૂકી દીધા છે. બંને મુનિ ઊભા થયા. એક ઘટાદાર વૃક્ષ નીચે ઊભા રહ્યા. હજુ સૂર્યોદય થયો ન હતો. તેમણે તેમની પાસે અચાનક તેજનું વર્તલ જોયું. તીવ્ર પ્રકાશ રેલાઈ રહ્યો, બન્ને માટે આ વળી નવું આશ્ચર્ય હતું. એક તેજસ્વી દેહપ્રભાવવાળી દેવી પ્રગટ થઈ. એ બે મહાત્માઓની પાસે આવી. એના મુખ પર આછું સ્મિત હતું. તે બોલી : હું શાસન દેવી છું. તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈ અહીં આવી છું. પણ અમને ખેરાલુથી અહીં કોણ લઈ આવ્યું? સોમચંદ્રમુનિએ પૂછ્યું. હું જ લઈ આવી છું તમને. દેવી બોલી. અને અમારી સાથે રાતવાસો કરી રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા?' એ હું જ હતી, તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને, એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છે. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ. "મહાત્માઓ ! આ પહાડ અદભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્રસાધના જલદી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાં જ સિદ્ધ થઈ જાય તેવા બે મંત્ર આપીશ." એક મંત્રથી દેવોને બોલાવી શકાશે અને બીજા એક મંત્રથી રાજા-મહારાજા વશ થશે. તમને આ બે મંત્રો હું આપું છું, તમે એકાગ્રચિત્તે એ સાંભળો. શાસનદેવીએ આ બે મંત્રો સંભળાવ્યા. સંભળાવીને કહ્યું. ચાલો, તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું તમે તે વીણી લેજો. તે ઔષધિઓ તે તે રોગ ઉપર તત્કાલ અસર કરનારી છે." હજુ સૂર્યોદય થયો ન હતો. બન્ને મહાત્માઓએ કેટલીક ઔષધિઓ ભેગી કરી લીધી.
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy