________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૪
શ્રી હેમચંદ્રાચાર્ય
ધંધૂકા નગરમાં ચાચિંગ નામે શેઠ રહેતા હતા તેમને પાહિની નામની પત્ની હતી. તે ગુણવાન તેમ જ શીલવતી હતી. જૈમ ધર્મ પ્રત્યે તેને પૂર્ણ શ્રદ્ધ હતી.
જ
એક રાત્રીએ પાહિનીને સ્વપ્ન આવ્યું. એને બે દિવ્ય હાથ દેખાયા. દિવ્ય હાથોમાં દિવ્ય રત્ન હતું. આ ચિંતામણિ રત્ન છે, તું ગ્રહણ કર' કોઈ બોલ્યું. પાહિનીએ રત્ન ગ્રહણ કર્યું. તે રત્ન લઈને આચાર્યદેવ શ્રી દેવચન્દ્રસૂરિની પાસે જાય છે. 'ગુરુદેવ, આ રત્ન આપ ગ્રહણ કરો’અને રત્ન તે ગુરુદેવને અર્પણ કરી દે છે. તેની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાય
છે.
૯૦.
સ્વપ્ન પૂરું થઈ જાય છે. તે જાગે છે. જાગીને નવકાર મંત્રનું સ્મરણ કરે છે. તે વિચારે છે - ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરીજી નગરમાં જ છે. તેમને મળી સ્વપ્નની વાત કરું. સવારે ઊઠી સ્નાનાદિથી પરવારી તે ગુરુદેવ પાસે ગઈ અને સ્વપ્નની વાત તેમને
જણાવી.
ગુરુદેવે કહ્યું, 'પાહિની, તને ખૂબ સારું સ્વપ્ન આવ્યું છે. તને શ્રેષ્ઠ રત્ન જેવો પુત્ર થશે અને એ પુત્ર તું મને આપીશ. એ તારો પુત્ર જિનશાસનનો મહાન આચાર્ય થશે અને શાસનને શોભાવશે.
પાહિની રાજી રાજી થઈ ગઈ. એને ગુરુદેવ ઉપર શ્રઘ્ધ હતી. સાધુજીવનમાં સાચું સુખ છે તેમ તે સમજતી હતી, તેથી તેણે પોતાની સાડીના છેડે ગાંઠ બાંધી સ્વપ્નને બાંધી લીધું.
એ જ રાત્રે એના પેટમાં કોઈ ઉત્તમ જીવ ગર્ભ રૂપે આવ્યો.
પાહિની ગર્ભને કોઈ નુકસાન ન થાય તેમ શરીર સંભાળે છે. રોજ પ્રભુભક્તિ પરમાત્માની પૂજા કરે છે. ગરીબોને દાન આપે છે. એના પતિ સાથે તત્ત્વજ્ઞાનની વાતો કરે છે.
વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાએ પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. તે પૂર્ણિમાના ચાંદ જેવો ગોરો ગોરો પુત્ર જોઈ તે રાજી રાજી થઈ ગઈ.