________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૨
દાસપણાનું કામ કરનાર માણસ છે તે વૃદ્ધિ પામીને આ જ ઘરનો સ્વામી થશે." આ પ્રમાણેનું સાધુનું વચન શ્રેષ્ઠીએ ભીંતની ઓથે ઊભા રહીને સાંભળ્યું, તેથી જાણે વજાત થયો હોય તેમ તેને ઘણો ખેદ થયો. તેણે વિચાર્યું કે, "આ બાળકને કોઈ પણ ઉપાયથી મારી નાખું એટલે બીજનો નાશ કર્યા પછી અંકુર ક્યાંથી આવે ?" એ પ્રમાણે વિચારીને તેણે તે બાળકને લાડુનો લોભ બતાવીને ચાંડાળને ઘેર મોકલ્યો. ત્યાં એક ચાંડાળને તે શ્રેષ્ઠીએ પ્રથમથી દ્રવ્ય આપીને સાધી રાખ્યો હતો અને તેને કહ્યું હતું કે, "હું તારી પાસે મોકલું તે બાળકને મારીને તેની નિશાની મને બતાવજે.” તે બાળકને મૃગલાના બચ્ચાની જેવો મુગ્ધ આકૃતિવાળો જોઈને તે ચાંડાળને દયા આવી, તેથી તેની કનિષ્ટિકા આંગળી કાપી લઈને બાળકને કહ્યું કે, "રે મુગ્ધ ! જો તું જીવવાને ઇચ્છતો હોય તો અહીંથી જલદી નાસી જા." તે સાંભળીને તે જ સાગર શ્રેષ્ઠીનું ગોકુળ જે ગામમાં હતું તે ગામમાં ગયો. ત્યાં ગોકુળના રક્ષણ કરનારે તેને વિનયી જોઈને પુત્ર તરીકે રાખ્યો. ત્યાં તે સુખે રહેવા લાગ્યો, અનુક્રમે યુવાવસ્થા પામ્યો.
એકદા સાગર શ્રેષ્ઠી ગોકુલમાં આવ્યો, ત્યાં છેદેલી આંગળીના ચિહ્નથી તેણે દામન્તકને ઓળખ્યો. પછી ગોકુળના રક્ષકને કાંઈક કામનું બહાનું બતાવી દામન્તકને પોતાના નગર રાજગૃહ મોકલ્યો. સાથે એક ચિઠ્ઠી દામન્તકને આપી પોતાના પુત્રને આપવા કહ્યું. દામન્તક કાગળ લઈ ઉતાવળો રાજગૃહે પહોંચ્યો. ઘણું જ ચાલ્યો હોવાથી તેણે પહોંચતાં ઘણો થાક લાગ્યો હતો, તેથી ગામ બહાર ઉદ્યાનમાં કામદેવના મંદિરમાં વિશ્રાંતિ લેવા બેઠો, ત્યાં થાકને લીધે ઊંઘી ગયો. તેવામાં સાગર શ્રેષ્ઠીની વિષા નામની પુત્રી પોતાની ઇચ્છાથી તે જ કામદેવના મંદિરમાં આવી. ત્યાં દામન્તકની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો કાગળ જોઈને તે કાગળ તેણે ધરેથી લઈ લીધો અને કાગળ ખોલી ધીરેથી તે વાંચવા લાગી.
“સ્વસ્તિ શ્રી ગોકુળથી લિ. શ્રેષ્ઠી સાગરદત્ત સમુદ્રદત્ત પુત્રને સ્નેહપૂર્વક ફરમાવે છે કે આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે. તેમાં કાંઈ પણ સંદેહ કરીશ નહીં."
આ પ્રમાણેનો લેખ વાંચીને દામન્તકના રૂપથી મોહિત થયેલી વિષાએ વિષના “ખ” આગળ પોતાની આંખની મેષથી !' કાનો વધારી દીધો તેથી વિષની જગ્યાએ વિષા વંચાય. પછી તે કાગળ બંધ કરીને હતો તેમ મૂકી દઈ હર્ષથી તે પોતાને ઘેર ગઈ. કેટલીક વારે દામન્તક પણ જાગૃત થયો, એટલે ગામમાં જઈને તેણે શ્રેષ્ઠી પુત્રને તે કાગળ આપ્યો. તે પણ કાગળ વાંચી આનંદ પામ્યો, અને તે જ વખતે લગ્ન લઈને