________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ર૩૬
બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા, મૂર્ખ જે ચારિત્ર લેવા ઇચ્છા રાખતા હોય તેઓને પ્રાકૃત હોય તો સહેલાઈથી શીખી શકાય. એઓની દયા માટે તત્ત્વના જાણકારોએ આગળથી જ સિદ્ધાંતો પ્રાકૃત લોકભાષામાં કરેલા છે. શું તેના કરતાં તમો વધારે બુદ્ધિવાળા થયા કે પ્રાકૃતમાં બનાવેલ સિદ્ધાંતો સંસ્કૃતમાં ફેરવો છો ? વધારે બુદ્ધિવાળાઓ માટે ચૌદ પૂર્વ ક્યાં સંસ્કૃતમાં નથી ? આ તમે જિન આજ્ઞા વિરુદ્ધ કર્યું, તેથી તમને પારાંચિત" નામનું પ્રાયશ્ચિત્ત આવ્યું. તેમને પાચિત આલોયણ માટે બાર વર્ષ ગચ્છ બહાર મૂકવામાં આવે છે." પછી સંઘની આજ્ઞા પ્રમાણે સાધુનો વેષ ગોપવી, અવધૂત બની, મૌન ધારી, સંયમ સહિત તે વિચરવા લાગ્યા.
સંઘ બહારના સાતમે વર્ષે ઉજેણીના મહાકાળેશ્વરના મંદિરની અંદર આવી ત્યાં શિવલિંગની સામે પગ કરી સૂતા, વંદન નમન કરતા નથી. આથી પૂજારી વગેરે લોકોએ તેમનો તિરસ્કાર કર્યો અને ઉઠાડવા મહેનત કરી પણ તે ઊઠે જ નહીં, તેથૈ
આ પણ એક કૌતુક છે" એમ ધારી વિક્રમાદિત્ય રાજા જોવા આવ્યા અને બોલ્યા કે, “અરે અવધૂત ! આ શિવલિંગને તું કેમ નમન કરતો નથી. તેણે કહ્યું કે, જવરથી પીડાતો આદમી જેમ મોદક ખાઈ ન શકે તેમ આ શિવલિંગ અમારી કરેલી સ્તવના સહી શકશે જ નહીં.” રાજાએ કહ્યું, “અરે જટીલ ! આ તું શું બકે છે? સ્તુતિ કર, જોઈએ કેમ સહન થઈ શકતી નથી ? પછી સિદ્ધસેને ત્યાં "વીર દ્રાવિંશિકાંની ચના કરી સ્તબા તેમનું પ્રથમ કાવ્ય નીચે મુજબ છે :
સ્વયંભુવં ભૂત સહસ્ર નેત્ર -
અનેક મેકાક્ષરભાવલિંગમ અવ્યક્ત મ વ્યાહતવિશ્વલોકા -
મવાદિ મધ્યાંતમ પુણ્ય પાપ. એમ બત્રીસ કાવ્ય કરી, પછી પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કલ્યાણ મંદિરનો અગિયારમો લોક રચતાં જ શિવલિંગ ફાટીને તેમાંથી વીજળી જેવું ઝળકતું દેદીપ્યમાન અવંતિ પાર્શ્વનાથ સ્વામીનું બિંબ પ્રગટ થયું. જે દેખી વિકમ આશ્ચર્ય પામ્યા અને પૂછવા લાગ્યા કે, આ મૂર્તિ કોણે ભરાવેલી છે? ગુરુએ કહ્યું કે, અહીંયાં પહેલાં ભદ્રા . નામની શેઠાણીનો અવંતિ સુકુમાર નામનો શ્રીમંત પુત્ર હતો. તેને બત્રીસ સ્ત્રીઓ હતી. એક વખત પોતાના મહેલના ગોખમાં તે ઊભો હતો ત્યારે આર્ય સુહસ્તિસૂરીના મુખથી નલિની ગુલ્મ નામના વિમાનનું વર્ણન સાંભળી જાતિસ્મરણ પામી તેને ગુએ પૂછ્યું કે, એ વિમાનેથી શું તમે આવ્યા છો? ગુરુએ કહ્યું કે, એમ નથી, પણ સર્વજ્ઞનાં