________________
જૈન શાસનના ચમકતા હીરાઓ રર૯
શ્રીકાન્ત શ્રેષ્ઠી
૮૬. |
રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું કે, "જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.” શ્રીકાને કહ્યું. હું શુદ્ધ વ્યાપાર કરું છું." જિનદાસે કહ્યું, "તમારા ઘરખરચ પ્રમાણે તમાસે વ્યાપાર જોવામાં આવતો નથી; માટે સત્ય હોય તે કહો.” પછી “શ્રીકાંતે જિનદાસ પારકું ગુહ્ય પ્રકટ કરે એમ નથી" એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન કરીશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય." શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે હું ધર્મ કરું."
જિનદાસે કહ્યું કે અત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહીં, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજાં બધાં પાપો રાખ્યાં, તો પણ અસત્યનું પા૫ અધિક થયું. જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલધારી થઈ લાંબો વખત તપસ્યા કરે તે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય તો અવિશ્વાસનું કારણ છે અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય માહાસ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે :
હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસના વિષે એકદા અદ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે હે રાજન ! જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ." એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમની તુ નથી, તો અકાળે આપ્રફળ શી રીતે મળી શકે તેવામાં અકસ્માત નારદ મુનિ આવી ચડ્યા. તેણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, જો તમારાં પટરાણી દ્રૌપદી સભામાં આવી, પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે." રાજાએ તે વાત અંગીકાર કરી, દ્રૌપદીને