________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૮
અને પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, “હે સ્વામી ! આ જીવ ક્યા કર્મથી નારકીના જેવું દુ:ખ ભોગવે છે ?"
પ્રભુ બોલ્યા : “શતતાર નામના નગરમાં ધનપતિ નામના રાજાને અકખાઈ રાઠોડ (રાષ્ટ્રકૂટ) નામે એક સેવક હતો. તે પાંચસો ગામનો અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો હતો, અને કાન, નેત્ર વગેરે છેદીને લોકોને હેરાન કરતો હતો. એક વખતે તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - શ્વાસ, ખાંસી, જવર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરષ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર ટ્રેષ, નેત્રપીડ, ખૂજલી, કર્ણ વ્યાધિ, જલોદર અને કોઢ, કહ્યું છે કે : “દુષ્ટ, દુર્જન, પાપી, ક્રૂર કર્મ કરનાર અને અનાચારમાં પ્રવર્તનારને તે જ ભવમાં પાપ ફળે છે. તે રાઠોડે બ્રેધ અને લોભને વશ થઈ અનેક પાપો કર્યો. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો એવી રીતે અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી, મરણ પામીને પહેલી નરકે ગયો. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતીના પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર રોગના છિદ્ર દ્વારા અંદર પેસી પરૂ અને રૂધિરપણાને પામીને પાછો બહાર નીકળે છે, આવા મહા દુ:ખ વડે બત્રીશ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામીને આજ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય સમીપે સિંહ થશે. ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે. ત્યાંથી સર્પળિયા (નોળિયા)પણાને પામી બીજી ન જશે. એમ એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે. પછી મચ્છપાઈ પામશે. પછી સ્થળચર જીવોમાં આવશે. પછી ખેચરપક્ષી જાતિમાં ઊપજશે. પછી ચતુરિંદ્રિય, વિઇદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે. પછી પૃથ્વી વગેરે પાંચે થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભમી અકામનિર્જરાએ લઘુકર્મી થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્ર પણે ઊપજશે. ત્યાં સાધુના સંગથી ધર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.
આ પ્રમાણે શ્રી વીર પ્રભુએ ગૌતમ સ્વામીને લોઢકનો સંબંધ કહ્યો. આ કથા વાંચીને સૌ મહાનુભાવો ચરાચર જીવોની હિંસા કરવાથી દૂર રહે અને સતત જીવદયા • અહિંસા ધર્મના આચરણમાં રક્ત બને.