SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ રર૫ | ચારૂદત્ત ૮૪. ચંપાનગરીમાં ભાનુ નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો, તે યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી પાસે પણ જતો નહીં. આથી તેના પિતાએ ચાતુર્ય શીખવવાને માટે તેને એક ગણિકાને ઘેર મોકલ્યો. ચારુદત્ત હળવે હળવે તે ગણિકા પર આસક્ત થયો. છેવટે તેણે વેશ્યાના પ્રેમને વશ થઈ પોતાનું ઘર પણ છોડી દીધું અને બાર વર્ષ સુધી વેશ્યાને ઘેર રહ્યો. એક વખત તેના પિતા ભાનુ શ્રેષ્ઠીનો અંત સમય આવ્યો, એટલે તેણે પુત્રને બોલાવી કહ્યું કે, હે વત્સ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે. તે એ કે જ્યારે તને સંકટ પડે ત્યારે નવકાર મંત્રને સંભારજે." આ પ્રમાણે કહી તેના પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસ પછી તેની માતા પણ મૃત્યુ પામી. ચરુદત્તે દુર્વ્યસનથી માતાપિતાની સર્વ લક્ષ્મી ઉડાવી દીધી. ચારુદત્તની સ્ત્રી તેના પિતાને ઘેર ચાલી ગઈ. અહીં જ્યારે ધન ખૂટી ગયું ત્યારે સ્વાર્થી વેશ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલે તે સસરાને ઘેર આવ્યો, સાસરેથી થોડું ધન લઈ કમાવા માટે વહાણે ચડ્યો. દૈવયોગે વહાણ ભાંગ્યું, પણ પુયોગે પાટિયું મેળવી કુશળક્ષેમ કિનારે આવ્યો. ત્યાંથી પોતાના મામાને ઘેર ગયો, ત્યાંથી દ્રવ્ય લઈ કમાવા માટે પગ રસ્તે ચાલ્યો. માર્ગમાં ધાડ પડી એટલે સઘળું ધન ચોર લઈ ગયા. પાછો દુ:ખી થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યો. એવામાં કોઈ યોગી મળ્યો. તેણે અર્ધઅર્ધ ભાગ ઠરાવી રસકૂપિકામાંથી રસ લેવાને માંચી ઉપર બેસાડીને તેને કૂપિકામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ઉપર આવ્યો. એટલે કુંભ લઈને યોગીએ માંચી કૂપિકામાં નાખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી નાસી ગયો. ત્યાં કોઈ મૃત્યુ પામતા પુરુષને તેણે નવકાર મંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે ચંદન ઘો ત્યાં રસ પીવા આવી ત્રણ દિવસનો સુધાતુર ચારુદત્ત તેને પૂછડે વળગીને ઘણા કષ્ટ બહાર નીકળ્યો. આગળ ચાલતાં તેના મામાનો પુત્ર રુદ્રદત્ત તેને મળ્યો. રુદ્રદત્તે કહ્યું કે, “બે ઘેટાં લઈને આપણે સુવર્ણદ્વીપે જઈએ.” ચાદરે હા પાડી એટલે બે ઘેટાં લઈને તેઓ સમુદ્રને તીરે આવ્યા. પછી રુદ્રદત્તે કહ્યું કે, “આ બે ઘેટાંને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેશીએ. અહીં ભારડ પક્ષી આવશે. તે માંસની ૧૫
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy