________________
જૈન શાસનના ચમકતા હીરાઓ રર૪
અને રાજાના મહાવતે અંકુશરત્ન ઇનામમાં આપ્યું. તે દરેક ઇનામ લક્ષ લક્ષ મૂલ્યના હતું; તે જોઈને રાજાએ તે સર્વેને પૂછ્યું કે, તમે આ પ્રમાણે તુષ્ટિદાન આપ્યું, તેનું શું કારણ? ત્યારે પ્રથમ ક્ષુલ્લક બોલ્યો કે, હે રાજા! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. છપ્પન વર્ષ સુધી સંયમ પાળીને વિષયવાસનાથી રાજ્ય લેવા માટે હું તમારી પાસે આવ્યો હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે, જિંદગીનો ઘણો ભાગ તો સંયમ ધર્મના પાલનમાં વીતી ગયો. હવે થોડા કાળ માટે પ્રમાદ કરવો મને ઉચિત નથી." આવી વૈરાગ્યની બોધક ગાથા પણ મને સાધકપણે પરિણમી; પ્રથમ ગુરુનાં સાધક વચનો પણ મને બાધક રૂપ થયાં હતાં. હવે હું ચારિત્ર પાળવામાં નિશ્ચળ થવાનો, તે કારણથી મેં મારા પર મોટો ઉપકાર કરનારી આ નર્તકીને સૌથી પ્રથમ પ્રીતિદાન આપ્યું. વળી હે રાજા! જો તને મને પોતાના નાના ભાઈના પુત્ર તરીકે ઓળખવામાં સંદેહ પામતા હો, તો તે સંદેહને છેદનારી આ નામમુદ્રા જુઓ." તે જોઈને રાજાએ ક્ષુલ્લકકુમારને કહ્યું કે, આ રાજ્ય ગ્રહણ કર" તેણે કહ્યું કે, રાજ્યાદિકમાં આસક્તિ ઉત્નન્ન કરનારો મોહ રૂપી ચોર હવે મારા આત્મપ્રદેશથી દૂર ગયો છે! માટે હું રાજ્યાદિકને શું કરું ?"
પછી રાજાએ પોતાના પુત્રને પ્રતિદાનનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, "હે પિતા! રાજ્યના લોભથી આજકાલ હું તમને વિષાદિકના પ્રયોગ વડે મારી નાખવાના વિચારમાં હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે, પિતા વૃદ્ધ થયા છે, માટે હવે તેમનું બહુ થોડું આયુષ્ય બાકી રહ્યું હશે, તેથી મારવા તો નહીં, એમ ધારીને હું ખુશી થયો તેથી મેં તેનું પ્રીતિદાન આપ્યું." પછી મંત્રીને પૂછતાં તેણે કહ્યું કે, “હે સ્વામી ! શત્રુઓએ મને પોતાના પક્ષમાં લીધો હતો. પણ આ ગાથા સાંભળીને હું તેવા પાપકર્મથી નિવૃત્તિ પામ્યો છું. પછી પતિના વિરહવાળી સ્ત્રીને પૂછતાં તે બોલી કે, હે પ્રભુ! આજકાલ કરતાં પતિના વિરહમાં મેં બાર વર્ષ નિર્ગમન કર્યો તો પણ તે તો આવ્યા નહીં, તેથી પુરુષનો વિરહ અસહ્ય લાગવાથી હું આજે પરપુરુષ સેવીને શીલનો ભંગ કરવા ઇચ્છતી હતી. તે આ ગાથા સાંભળવાથી પાછી શિયળમાં દઢ થઈ કે. લાંબા કાળનું પાલન કરેલું શીલ થોડા વખત માટે મૂકવું નહીં. આ કારણથી મેં પ્રસન્ન થઈને નર્તકીને પ્રીનિદાન આપ્યું છે." પછી મહાવતને તે પૂછતાં તેણે કહ્યું કે, હું આપની રાણી સાથે લુબ્ધ થયેલો છું. આજે આપનો વિનાશ કરવા ઇચ્છતો હતો, પણ આ ગાથા સાંભળીને તેવા પાપ-વિચારથી નિવૃત્ત થયો છું અને તેથી મેં તુષ્ટિદાન આપ્યું છે."
આ પ્રમાણે સર્વનાં કારણો સાંભળીને રાજા વગેરે સર્વ હર્ષ પામ્યા, અને તે સર્વેએ ક્ષુલ્લકકુમારની સાથે જઈ દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તે સ્વર્ગાદિક ગતિને પામ્યા.
આ ષ્ટાંતનો સાર એ છે કે, કાળ પાક્યો હોય ત્યારે ઉપદેશ વચનની અસર થાય અને કાળ ન પાક્યો હોય ત્યારે ગમે એટલું કહેવાય પણ અસર ન થાય.”