________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૬
આ રીતે સ્થૂળભદ્રે મંત્રીમુદ્રા ન સ્વીકારતાં, અને કોશાના રૂપભવને પણ ન જતાં સીધા આચાર્ય શ્રી સંભૂતવિજ્યજી મહારાજ બિરાજતા હતા ત્યાં આવી તેમનાં ચરણોમાં પડી, જિંદગીના ચઢાવ-ઊતારની સમગ્ર હકીક્ત ગુરુદેવને જણાવી. ગુરુદેવે સ્થૂળભદ્રમાં પડેલું હીર ઓળખી લીધું અને ગુરુવરે વિધિપૂર્વક સ્થૂળભદ્રને દીક્ષા આપી.
દીક્ષા લીધા બાદ બીજાં બાર વર્ષ પસાર થઈ ગયાં. મુનિ સ્થૂળભદ્રે એવી પ્રચંડ સાધના સાધી લીધી હતી કે ત્રિભુવનની કોઈ તાકાત તેમના શીલવ્રતને ખંડિત કરવાનું સામર્થ્ય ધરાવતી ન હતી.
એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતવિજયસૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે, "હું ચાર માસ સુધી સિંહનો ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.” બીજાં મુનિએ કહ્યું કે, “હું ચાર માસ સુધી ષ્ટિ વિષે સર્પના બીલના મોઢે કાયોત્સર્ગ ધારણ કરીને ઉપવાસી રહીશ" અને ત્રીજાએ કહ્યું કે, "હું ચાર માસ સુધી કૂવાના ભારવટા ઉપર કાયોત્સર્ગ કરીને ઉપવાસી રહીશ.” તે ત્રણેને યોગ્ય જાણીને ગુરુએ તેમને તે રીતે ચોમાસું વ્યતીત કરવા આજ્ઞા આપી. પછી સ્થૂળભદ્રમુનિએ ઊઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે, "હું ચાર માસ સુધી કોચા વેશ્યાના ઘરમાં ચોમાસું રહીશ.” ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ધારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફેરવનાર એ ત્રણે શાંત થઈ ગયા.
સ્થૂળભદ્ર પણ કોશાને ઘેર ગયા, ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે "આ સ્થૂળભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરવા આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે” એમ વિચારી કોશા એકદમ ઊઠી મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઊભી રહીને બોલી કે, "પૂજ્ય સ્વામી ! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા ઉપર ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ ! પ્રસન્ન થઈને મને જલદીથી આજ્ઞા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર અને સર્વ આપનું જ છે, મારું યૌવને એ પ્રથમ આપે જ સાર્થક કર્યું છે, હમણાં હિમથી બળી ગયેલી કમલિની જેમ આપના વિરહથી ૬-ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપનાં દર્શન અને સ્પર્શ વડે આનંદિત કરો.”