________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૦૯
વિવેકશીલ સુબુદ્ધિની આ તત્ત્વભરપૂર હકીક્ત જિતશત્રુને ગમી નહીં, કારણ કે ના હૈયામાં હજુ મિથ્યાત્વ ઘેરાતું હતું; છતાં વધુ ચર્ચા ન કરતાં તે ચૂપ રહ્યો.
એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવારની સાથે નગરની બહાર એક ખુબ દુર્ગંધ મારતી ખાઈ આગળથી પસાર થઈ રહ્યો હતો, તેમાં રહેલા પાણીનો ગ ઘણો જ ખરાબ હતો અને સડેલા મડદા જેવી ગંધ તેમાંથી આવી રહી હતી. સંખ્યાબંધ કાંડાઓથી એ ગંદુ પાણી ખદબદતું હતું. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગંધથી રાજાને નાક દાબવું પડ્યું હતું. આ દુર્ગંધથી કંટાળી જરાક આગળ જઈ તેણે કહ્યું, કેટલું ખરાબ છે આ પાણી. સડેલા મડદા જેવી ગંધ મારે છે, તેનો સ્વાદ અને સ્પર્શ પણ કેટલાં ખરાબ હોય ? રાજાની આ વાત પણ જ્ઞાતા અને ટા મંત્રી સિવાય બીજા બધાએ કબૂલ કરી. માત્ર સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, 'સ્વામિન્ ! મને તો આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે આ બધી પુદ્ગલોના સ્વભાવની વિચિત્રતા જ છે.'
રાજા જિતશત્રુને કાંઈક ખોટું લાગ્યું. તેણે સુબુદ્ધિને કહ્યું : 'તારો અભિપ્રાય બરાબર નથી. મને તો તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારું છે તે સારું જ છે અને જે ખરાબ છે તે ખરાબ છે. તેનો સ્વભાવ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે કે ?
રાજાના કથન પરથી સુબુદ્ધિને લાગ્યું કે, 'વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે' એ વાત રાજા જાણતો નથી; માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવીને જૈન સિદ્ધાંતમાં કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ.
Y
આમ વિચાર કરી મંત્રીએ બજારમાંથી કોરા નવ ઘડાઓ મંગાવ્યા અને પોતાના માણસો દ્વારા એ જ ગંદી ખાઈનું પાણી ગાળીને એ ઘડામાં ભરી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓ સાત દિવસ સુધી બરાબર બંધ કરી મૂક્યા. તે બાદ બીજા નવ ઘડાઓમાં તે પાણી ગાળીને નંખાવ્યું તથા દરેકમાં તાજી રાખ નાખી. સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે ફરી તેમાં રાખ નાખી એ જ પાણી ગાળીને નંખાવ્યું. આમ સતત સાત અઠવાડિયાં સુધી કર્યું. સાતમે અઠવાડિએ એ પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જેવો થયો. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, માથ વગેરે દ્રવ્યો મેળવ્યાં અને રાજાના સેવકને એ પાણી આપ્યું. તેણે તે પાણી ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. રાજાએ ભોજન લીધું. બાદ રાજાના સેવકે તે પાણી આપ્યું. જમ્યા પછી રાજાએ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યાં, અને સાથે જમનારા બધા માણસોને તેણે કહ્યું, 'આપણે જે પાણી અત્યારે પીધું તે ઉત્તમોત્તમ છે. શું એનો સ્વાદ ! શું એનો રંગ ! શી એની ગંધ અને કેવી એની હિમ
૪