________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૦૮
-
: : '
, "
| સુબુદ્ધિ મંત્રી
૮૦,
જિતશત્રુરાજા ચંપાના રાજ્યનો સ્વામી હતો. તેને ધારિણી પટ્ટરાણી હતી. અદીન શત્રુ નામે તેને યુવરાજ હતો. રાજ્યનો બધો કારભાર સુબુદ્ધિ નામનો શ્રમણોપાસક તેને મંત્રી ચલાવતો હતો.
સુબુદ્ધિ વિવેકશીલ શ્રાવક હતો. જિનશત્રુ રાજ્ય કારભારમાં આ મંત્રીની સલાહ લેતો. એક વેળા રાજાએ પોતાના આંગણે મહોત્સવ માંડ્યો. તે નિમિત્તે તેણે પોતાને ત્યાં રાજ્યના અધિકારી, સામંતો તેમ જ આગળ પડતા નાગરિકોને ભોજન માટે આવ્યા
પાંચ પકવાન, ઘણાં શાકભાજી ઇત્યાદિ સુંદર પ્રકારની રસવંતી રસોઈ તૈયાર થઈ સહુની સાથે ભોજન કરતાં કરતાં રાજાએ ખૂબ રસપૂર્વક પોતાની રસોઈની પ્રશંસા કરી, બધાએ રાજાની હા માં હા ભણી પાગ વિવેકશીલ અને ગંભીર એવા મંત્રીએ થોડી વાર પછી રાજાને જણાવ્યું : પ્રભુ! આપે કહ્યું તે બરાબર છે. પુદગલના આ પ્રકારના સ્વભાવમાં કાંઈ પણ નવું નથી, છતાં આ બધી વસ્તુઓ એકાંતે સારી જ છે, કે એકાંતે નબળી જ છે, એમ ન જ કહી શકાય. જે વિષય આજે મનોહર દેખાય છે, તે વિષય બીજી જ ક્ષારો ખરાબ બની જાય છે. જે પુદ્ગલો એક ક્ષણે શ્રવણને ગમે તેવા મધુર હોય છે, તે બીજી ક્ષણે શ્રમણને ન ગમે તેવાં કઠોર અને કર્ણકટુ બની જાય છે અને જે પુદગલો આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હોય છે તે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે. સુગંધી પુદગલો કેટલીક વાર માથું ફાટી જાય એવાં દુર્ગંધયુક્ત થઈ જાય છે, અને દુર્ગધી પુદગલો માથાને તર કરે તેવી સુવાસ આપનારાં પણ બને છે. જે જીભને સ્વાદ આપનાર પુદગલો હોય તે બીજી ક્ષણે બે સ્વાદ અને ચાખવાં ન ગમે તેવું બને છે. તે વળી મધુર પણ કોઈ વાર થઈ જાય છે. જે પુદગલોનો સ્પર્શ કરવાનું વારંવાર આપણને મન થાય તે જ પુદગલો કેટલીક વાર અડકવા પણ ન ગમે તેવાં થઈ જાય છે. જ્યારે કેટલીક વાર એથી ઊલટું પરિણામ પણ આવે છે. એટલે અમુક વસ્તુ સારી અને અમુક વસ્તુ ખરાબ છે, એવો એકાંત નિયમ નથી. કેટલીક વાર સરસ વસ્તુ સંયોગોવસાત્ બગડી પણ જાય છે, અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તો માત્ર પુગલોનો સ્વભાવ અને સંયોગની વિચિત્રતા છે.