________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૦
તમે પરણ્યા નથી ત્યાં સુધી તે પરકીયા છે, તેથી તેને હણવી યોગ્ય નથી' પછી બન્ને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી પવનંજ્ય તેની ઉપર અત્યંત ખેદ વંદન કરવા લાગ્યો.
પછી તેની સાથે તે પાણીગ્રહણ કરવાને ઇચ્છતો નહીં હતો, તથાપિ તેના પિતા વગેરેએ તેને માંડ માંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચોરી મંડપમાં પવનંજ્ય કુમારે રાગથી તેના મુખ સામું પણ જોયું નહીં અને પરણ્યા પછી પણ તેણીને તેણે બોલાવી નહીં. આથી અંજના નિરંતર દુ:ખી સ્થિતિને અનુભવવા લાગી. ઘણા ઉપાયે પણ તેને ભરથારનું સુખ પ્રાપ્ત થયું નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયાં.
એ અવસરે પ્રતિવાસુદેવ રાવણ વરુણ વિદ્યાધરને સાધવા ગયો હતો. ત્યાંથી તેનો એક દૂત પ્રહલાદન રાજાને બોલાવવા માટે આવ્યો. પ્રહલાદન રાજાને ત્યાં જવા તૈયાર થતાં જોઈ પવનંજ્ય તેમને રોકી, તેમની આશિષ લઈ, ષ્ટિ માર્ગે રહેલી અંજનાની સામું પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં માર્ગે માન સરોવર આવ્યું ત્યાં તેણે પડાવ કર્યો, ત્યાં કમલવન વિકાસ પામેલું જોઈ તે આનંદ પામ્યો. રાત્રીએ ચક્લાક પક્ષીની સ્ત્રીને કરુણ સ્વરે વિલાપ કરતી તેણે સાંભળી, તે સૂચવતી હતી કે, “પતિના વિયોગથી આતુર એવી આ ચક્વાકી રાત્રીને વિષે આવે છે, જાય છે, ફરી વાર આવે છે, કમલના અંકુરને તાણે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે, ભમે છે અને મંદમંદ બોલે છે. આ પ્રમાણે સાંભળી તેણે પોતાના મિત્ર ઋષભદત્તને તેનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, "મિત્ર! દેવયોગે આ પક્ષીઓને રાત્રે વિયોગ થાય છે. આ પક્ષિણી આમ પોકાર કરતી મૃત પ્રાય: થઈ જશે પણ પ્રભાત થતાં તેનો પતિ તેને મળશે ત્યારે તે પાછી પ્રફુલ્લ અને તાજગી ભરી બની જશે."
આ વખતે અંજનાએ પૂર્વે બાંધેલું ભોગવંતરાય કર્મ ક્ષય થઈ ગયું, તેથી પવનંજયના મનમાં એવો તત્કાળ વિચાર આવ્યો કે, અરે ! મારી પત્ની અંજનાને છોડે મને બાર વર્ષ વીતી ગયાં છે. તો તે બિચારીનાં તે વર્ષો શી રીતે વ્યતીત થયાં હશે! માટે ચાલ, અહીંથી એક વાર પાછો ઘેર જઈ તેને મળી આવું.' આમ વિચારી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો; અને તે દિવસે . આપના થયેલી અંજનાને પ્રેમ પૂર્વક ભોગવી. પછી પોતાના નામથી અંક્તિ મુદ્રિકા તેને નિશાની માટે અંજનાને આપી તે પાછો પોતાના કટકમાં આવ્યો. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ગર્ભ રહ્યો હોવાના કારણે ઉદર વૃદ્ધિ થતાં તેની સાસુએ તેણીને કલંક્તિ જાણી તીક્ષ્ણ વચનો કહ્યાં. અંજનાએ પોતાના પતિના નામથી અંકિત મુદ્રિકા બતાવી, તથાપિ ને કલંક ઊતર્યું નહીં, અને તેને એક દાસીની