________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૯
સતી અંજના
૭ર.
જંબુદ્વીપમાં પ્રહલાદન નામના નગરે પ્રહલાદન નામે રાજા અને પ્રહલાદનપતી નામે રાણી હતી. તેમને પવનંજ્ય નામે કુમાર હતો તે સમયે વૈતાઢ્ય ગિરિ ઉપર અંજનકેત રાજા અને અંજનવતી રાણીને અંજના નામે પુત્રી હતી. તે યૌવનવતી થતાં તેનું પાણી ગ્રહણ કરાવવાને માટે અંજનકેતુ રાજા અનેક કુમારોનાં ચિત્રો પટ ઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો હતો. તથાપિ કોઈ કુમારના ઉપર તેની પ્રીતિ થતી નહોતી. એક વખત રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજ્ય કુમારનાં રૂપ ચિત્રપટ ઉપર આલેખી મંગાવી તેણીને બતાવ્યા. બન્ને કુમારનાં રૂપ, કુળ, શીલ, બળ વગેરે જોઈ તે બન્ને ચિત્રો તેણે પોતાની પાસે રાખ્યાં.
એક વખત રાજા અંજનકેતુ મંત્રીઓની સાથે તે કુમારોના ગુણ વગેરેનો વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પૂછ્યું કે, આ કુમારમાં વિશેષ ચઢિયાતો કોણ છે? મંત્રીએ કહ્યું, “મહારાજ ! ભવિષ્યદત્ત કુમારમાં જો કે ઘણા ગુણો છે તથાપિ શ્રી ભગવંતે કહ્યું છે કે, તે ભવિષ્યદત્ત અઢાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી તે આપણી કન્યાને યોગ્ય વર નથી; સર્વ રીતે આ પવનંજ્ય કુમાર જ યોગ્ય છે. આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાનાં લગ્ન નિર્ધાર્યાં
આ ખબર પવનંજ્ય કુમારને થતાં તે ઋષભદત્ત નામના પોતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેનો પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બન્ને નીલ વસ્ત્ર ધારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસુરગૃહના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં મધુર આલાપ થતો સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેવા લાગી, સ્વામિની, તમે છેવટે જે બે કુમારોનાં ચિત્ર જોયાં હતાં, તેમાં જે ભવિષ્ય દત્ત છે તે ગુણોથી અધિક અને ધર્મજ્ઞ છે. પણ તે અલ્પ આયુષ્યવાળો છે એવું જાણી તેને છોડી દીધો છે અને બીજા પવનંજ્ય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે. તે સાંભળી અંજના બોલી. “સખી! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે, અને વિષ હજાર ભાર હોય તો પણ તે કશા કામનું હોતું નથી" તે સાંભળી પવનંજય કુમાર તેના ઉપર બ્રેધાયમાન થઈ ખડગ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, 'મિત્ર ! આ વખતે રવિ છે. આપણે પારકે ઘેર આવ્યા છીએ. વળી આ કુમારી કન્યા છે. જ્યાં સુધી તેને