________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭ર
બુદ્ધિવાળાથી ગ્રહણ થઈ શકે તેવી વ્યાખ્યાનો વિસ્તાર કરવા લાગ્યા. વ્યાખ્યાના રસમાં તલ્લીન થવાથી અકાળ વેળાને અનયાયના સમયને જાણ્યો નહીં.
અહીં ઉજજયિની નગરીમાં પ્રાત:કાળે પેલા શિષ્યો ઊઠ્યા. ત્યાં ગુરુને જોયા નહીં, તેથી તેઓ અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા અને સંભ્રાંતચિત્તે વસતીના સ્વામી શય્યાતર શ્રાવક પાસે જઈને પૂછ્યું કે, "અમને મૂકીને અમારા ગુરુ ક્યાં ગયા?" ત્યારે તે શ્રાવકે કોપ કરીને કહ્યું કે, “શ્રીમાન આચાર્યે તમને ઘણો ઉપદેશ આપ્યો, તમને ઘણું સમજાવ્યા, પ્રેરણા કરી, તો પણ તમે સદાચારમાં પ્રવર્યા નહીં. ત્યારે તમારા જેવા પ્રમાદી શિષોથી ગુરુની શી કાર્ય સિદ્ધિ થવાની હતી ? તેથી તે તમને તજીને ચાલ્યા ગયા. તે સાંભળીને તેઓ લજિત થઈ ગયા અને કહ્યું કે, તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને અમારા ગુરુએ પવિત્ર કરેલ દિશા અમને બતાવો, કે જેથી અમે તે તરફ જઈ તેમને પામીને સનાથ થઈએ. અમે જેવું કર્યું તેવું ફળ અમે પામ્યા" એવી રીતે તે શિષ્યોએ ઘણા આગ્રહપૂર્વક પૂછ્યું એટલે તે શ્રાવકે ગુરુના વિહારની દિશા બતાવી. પછી તેઓ સર્વ ત્યાંથી ચાલ્યા. અનુક્રમે ગુરુને શોધતાં શોધતાં સાગર મુનિ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે "પૂજ્ય એવા આર્ય કાલિકાચાર્ય ક્યાં છે ?" સાગર મુનિએ જવાબ આપ્યો કે, "તે તો મારા પિતામહ ગુરુ થાય, તેઓ અહીં તો આવ્યા નથી; પણ જેમને હું ઓળખતો નથી એવા કોઈ એક વૃદ્ધ મુનિ ઉજ્જયિની નગરીથી અહીં આવ્યા છે. તેમને તમે જુઓ, તેઓ આ સ્થળે છે. પછી તે શિષ્યો સાગર મુનિએ બતાવેલા સ્થળે જોયું ત્યાં ગુરુને જોઈને હીન મુખે પોતાના અપરાધની ગુરુ પાસે વારંવાર ક્ષમા માગી. તે જોઈ સાગરમુનિએ લજજાથી નમ્ર મુખવાળા થઈને વિચાર્યું કે, "અહો ! આ ગુરુના ગુરુ પાસે પાંડિત્ય કર્યું, તે યોગ્ય કર્યું નહીં. મેં સૂર્યની કાંતિ પાસે ખદ્યોતના જેવું અને આંબાના વૃક્ષ ઉપર તોરણ બાંધવા જેવું કર્યું." એમ વિચારીને તેણે ઊઠીને વિનયપૂર્વક ગુરુને ખમાવીને ગુરુના ચરણકમળમાં મસ્તક રાખી કહ્યું કે, હે ગુરુદેવ ! વિશ્વને પૂજ્ય એવા આપની મેં અજ્ઞાનના વશથી આશાતના કરી તેનું મને મિથ્યા દુષ્કૃત હો."
પછી આચાર્યે તે સાગર મુનિને પ્રતિબોધ કરવા માટે એક પ્યાલો ભરીને નદીની રેતી તથા એક ચાયણી મંગાવી. તે રેતીને ગુએ ચાળણીમાં નાખીને ચાળી તો ઝીણી રેતી તેમાંથી નીકળી ગઈ અને ચાળણીમાં મોટા કાંકરા બાકી રહ્યા. તેને દૂર નાખી દઈને પછી તે રેતીને કોઈક સ્થાને નાખી. પછી ફરીથી તે રેતીને ત્યાંથી લઈને બીજે સ્થાને નાખી ત્યાંથી પણ લઈને બીજે સ્થાને નાખી. એવી રીતે વારંવાર જુદે જુદે સ્થાને નાખીને લીધી. તેથી પ્રાંતે રેતી ઘણી જ થોડી બાકી રહી. આ પ્રમાણે રેતીનું