________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૧૭૧
પાંચે કલ્યાણકોનો ઉત્સવ તમે કર્યો છે, અને આવતી ચોવીસીના કેટલાક તીર્થંકરોની વંદના તથા પૂજા તમે કરશો. તમારું આયુષ્ય બે સાગરોપમમાં કંઈક ઓછું બાકી રહેલું છે." આ પ્રમાણે કાલિકાચાર્યનું વચન સાંભળીને ઇદ્ર ઘણું હર્ષ પામ્યા. પછી તે નિગોદનું સ્વરૂપ પૂછી તે સમજી નિ:શંક થયા. અને શ્રી સીમંધર સ્વામીએ કરેલી પ્રશંસા કહી બતાવીને તેણે કહ્યું કે, “હે સ્વામી ! મારા સરખું કામ બતાવો.” ત્યારે ગુરુ બોલ્યા કે, "ધર્મમાં આસક્ત થયેલા સંઘનું વિઘ્ન નિવારો.” પછી ઇંદ્ર પોતાની ઇચ્છાથી પોતાના આવ્યાની નિશાની તરીકે દિવ્ય અને મનોહર એવું ઉપાશ્રયનું એક દ્વાર બીજી દિશામાં કરીને તરત સ્વર્ગે ગયા.
સૂરીજીના શિષ્યો જે ગોચરી માટે નગરમાં ગયા હતા તેઓ આવ્યા, તેમને ગુરુને કહ્યું કે, "હે સ્વામી ! આ ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કેમ થઈ ગયું ? આપ પણ વિદ્યાનો ચમત્કાર જોવાની સ્પૃહા રાખો છો ? તો પછી અમારા જેવાને તેમ કરવામાં શો દોષ ?" તે સાંભળીને ગુરુએ ઇંદ્રનું આગમન વગેરે સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યું. ત્યારે શિષ્યો બોલ્યા કે, "અમને પણ ઇંદ્રનું દર્શન કરાવો.” ગુરુએ કહ્યું કે, "દેવેન્દ્ર મારા વચનને આધીન નથી. તે તો પોતાની ઇચ્છાથી આવ્યા હતા અને ગયા. તે વિષે તમારે
દુરાગ્રહ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે ગુરુએ કહ્યું છતાં તે વિનય રહિત શિષ્યોએ દુરાગ્રહ મૂક્યો નહીં, અને વિનય રહિતપણે આહાર વગેરે કરવા-કરાવા લાગ્યા. તેથી ગુરુ ઉદ્બેગ પામીને એક રાત્રિના પાછલા પહોરે સર્વ શિષ્યોને સૂતા મૂકીને એક સૂતેલ શ્રાવકને જગાડી પરમાર્થ સમજાવીને નગરી બહાર નીકળી ગયા. અનુક્રમે વિહાર કરતાં કરતાં તેઓ દક્ષિણ દેશમાં સ્વર્ણભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં મહા બુદ્ધિમાન સાગર નામના પોતાના શિષ્યના શિષ્ય રહેતા હતા. તેની પાસે આવીને ઇર્ષાપથિકી પ્રતિક્રમીને તથા પૃથ્વી પ્રમાર્જીને રહ્યા. સાગર મુનિએ તેમને કોઈ વખત જોયા નહોતા, માટે તેમને ઓળખ્યા નહીં. અને તેથી જ તે ઊભા થયા નહીં. તેમ જ વંદના પણ કરી નહીં. તેમણે સૂરીને પૂછ્યું કે, 'હે વૃદ્ધ મુનિ ! તમે કયા સ્થાનથી આવો છો ?" ત્યારે ગાંભીર્યના સમુદ્ર સમાન ગુરુ શાંત ચિત્તે બોલ્યા કે, “અવન્તિ નગરીથી.” પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્ર ક્યિા કરતા જોઈને સાગર મુનિએ વિચાર્યું કે, “ખરેખર આ વૃદ્ધ મુનિ બુદ્ધિમાન છે.” પછી તેણે પોતાના શિષ્યોને વાચના આપતાં બુદ્ધિના મદથી સૂરીને કહ્યું કે, "હે વૃદ્ધ ! હું શ્રુત સ્કંધ ભણાવું છું. તે તમે સાંભળો." તે સાંભળી ગુરુ તો મૌન જ રહ્યા. પછી સાગરમુનિ પોતાની બુદ્ધિની કુશળતા બતાવવા માટે ઘણી સૂક્ષ્મ