________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૧ શોભા જોતો જોતો શાળિભદ્રને ઘેર આવ્યો.ઘરે સુવર્ણના સ્તંભ ઉપર ઇંદ્રનીલમણિનાં તોરણો ઝૂલતાં હતાં. દ્વાર ઉપર મોતીના સાથિયાની શ્રેણીઓ કરેલી હતી. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા. અને આખું ઘર સુગંધીદ્રવ્યથી ધૂપિત થયેલું હતું. વિસ્મય વડેવિકસિત નેત્રો કરતા રાજા ચોથા માળ સુધી ચડી સુશોભિત સિંહાસને બેઠા. પછી ભદ્રામાતાએ સાતમે માળે રહેતા શાળિભદ્ર પાસે જઈને કહ્યું કે, "પુત્ર! શ્રેણિક આવેલ છે તો તું તેને જોવાને ચાલ." શાલિભદ્ર બોલ્યો : "માતા ! તે બાબતમાં તમે સર્વ જાણો છો, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપો. મારે ત્યાં આવીને શું કરવું છે?" ભદ્રા બોલી: પુત્ર ! શ્રેણિક એ કાંઈ કરિયાણું (ખરીદવાનો પદાર્થ) નથી, પણ તે તો બધા લોકોનો અને તારો પણ સ્વામી છે." તે સાંભળી શાળિભદ્ર ખેદ પામ્યા. છતાં ચિંતવ્યું કે મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારો પણ બીજો સ્વામી છે; માટે મારે સર્પની ફેણ જેવા આ ભોગથી હવે સર્યું. હવે તો હું શ્રી વીર પ્રભુનાં ચરણમાં જઈ સત્વર વ્રત ગ્રહણ કરીશ. આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયો. તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આવ્યો અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત પોતાના ખોળામાં બેસાડ્યો અને સ્નેહથી મસ્તક સુધી ક્ષણ વાર હર્ષાશ્રુ મૂક્યાં. પછી ભદ્રા બોલી કે, હે દેવ! હવે એને છોડી દો એ મનુષ્ય છે. છતાં મનુષ્યનાં ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવતા થયા છે. તે સ્ત્રીઓ સહિત પોતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વગેરે પ્રતિદિન આપે છે. આ સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી. એટલે તે સાતમે માળે જતો રહ્યો.
ભદ્રામાતાની વિજ્ઞમિથી રાજા શ્રેણિક ભોજન લેવા ત્યાં રહ્યા. ભદ્રામાતાએ રસોઈ તૈયાર કરાવી અને રાજાને યોગ્ય તેલ અને ચૂર્ણ વડે રાજાએ સ્નાન કર્યું. સ્નાન કરતાં શ્રેણિકની અંગૂઠી ભવનની વાવડીમાં પડી ગઈ. રાજા આમતેમ શોધવા લાગ્યો, એટલે ભદ્રાના કહેવાથી ઘસીએ વાવનું જળ બીજી બાજુ કાઢી નાખ્યું. તેમ કરતાં વાવડીમાં આભરણોની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયો. રાજાએ આનું કારણ જાણવા દાસીને પૂછ્યું કે, આ બધું શું છે?' દાસી બોલી કે, દરરોજ શાળિભદ્રનાં અને તેની સ્ત્રીઓનાં નિર્માલ્ય આભરણો કાઢી નાખવામાં આવે છે તે આ છે !' તે સાંભળી રાજાએ વિચાર્યું કે, સર્વથા આ શાળિભદ્રને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે તેના રાજ્યમાં આવા ધનાઢ્ય પુરુષો પણ વસે છે. પછી રાજાએ પરિવાર સહિત ભોજન કર્યું અને રાજા પોતાના રાજમહેલે ગયો.
હવે શાળિભદ્ર સંસારથી મુક્ત થવાનો વિચાર કરતો હતો. તેવામાં તેના એક ધર્મ મિત્રે જણાવ્યું કે, એક ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાળિભદ્ર