________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૫૧
પણ પોતાનું થતું નથી. તો બીજું કોઈ શેનું થાય ? માટે હું તો અહીંથી પાદપોપગમ અનસન કરીશ. પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે. આ પ્રમાણે કહીને સિંહ શ્રેષ્ઠી સિંહની જેમ અનસન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. એવામાં રાત્રિ પડી. સૈનિકોએ કુમારને અને સિંહને જોયા નહીં એટલે તેઓ ચારે તરફ તેઓને શોધવા લાગ્યા. એમ કરતાં થોડે દૂર આવેલા કોઈ પર્વત ઉપર તે બંને તેમના જોવામાં આવ્યા; પરંતુ દીક્ષા અને અનસન આદરી બેઠેલા તેમને જોઈને સૈનિકો પ્રણામ કરી બોલ્યા કે, હે મહાશયો ! અમારો અપરાધ ક્ષમા કરે. પણ તે સ્વામી ! આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં ઘાલીને પીલી નાખશે. આ પ્રમાણે તેમણે ઘણા કાલાવાલા કર્યા. તથાપિ તેઓ જરા પણ ક્ષોભ પામ્યા નહીં કહ્યું છે કે, સંતોષ રૂપી અમૃત વડે તૃપ્ત થયેલા યોગી ભોગની ઇચ્છા કરતા નથી, કારણ કે, તે તો માટી તથા સુવર્ણમાં અને શત્રુ તથા મિત્રમાં કંઈ ફરક સમજતા નથી.'
અનુક્રમે આ વાત કીર્તિપાલ રાજાના જાણવામાં આવી. તેથી તેને બહુ વેધ ચડ્યો. તેણે નિશ્ચય કર્યો કે, કુમારને બાંધીને પરણાવવો અને સિંહને શત્રુની જેમ મારી નાખવો. આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યા ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બંનેનાં ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો અને વિચાર્યું કે, આ બંનેને ભક્તિ વચનોથી જ બોલાવવા આવું ચિંતવીને તેણે વિનયી વાક્યોથી તેમને બોલાવવા માંડયા, પરંતુ દઢ પ્રતિજ્ઞાવાળા તેઓ કિંચિત્ પણ ચલિત થયા નહીં. અનુક્રમે માસોપવાસને અંતે કેવળજ્ઞાન પામી સુરાસુરોએ નમેલા તે બંને મુક્તિને પ્રાપ્ત થયા. તેમનું મુક્તિ પ્રયાણ જાણી કીર્તિપાળ રાજાએ ઊંચે સ્વરે કહ્યું કે, હે મિત્ર ! તારો એવો નિશ્ચય હતો કે સો યોજનથી વધારે જવું નહીં પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર રહેલા શિવનગરમાં કેમ ચાલ્યો ગયો ?" આ પ્રમાણે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો. "પ્રાણ ત્યાગ કરવો પડે તે સારું પણ સ્વીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો તે સારું નહીં, આવો દઢ વિચાર રાખી ભવ્ય પ્રાણીઓએ સિંહ શ્રેષ્ઠીની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું.”
ઓંકાર બિંદુ-સંયુકર્તા, નિત્યં પ્રાયનિ યોગિની, કામ મોક્ષદ શૈવ, કારાય નમો નમ: