________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૧ તૈયાર થયા છે તેમ સમજાયાથી એક વૃદ્ધ શ્રાવિકાને બધી વાત સમજાવી. એક બાળકને થોડું સમજાવી શીખવાડી તૈયાર કર્યો.
રાત્રી પૂરી થતાં વૃદ્ધ સ્ત્રી નાગિલા સાથે ભવદેવ જ્યાં હતા તે મંદિરે આવી. ભવદેવે પૂછયું, અને નાગીલા ક્યાં રહે છે? તે શું કરે છે? આ વખતે પહેલેથી શીખવાડેલ બાળક ત્યાં આવ્યો. એ કહેવા લાગ્યો, હે માતા! મને આજે ગામમાં જમવા જવાનું નોતરું મળ્યું છે, ત્યાં દક્ષિણા પણ મળવાની છે, માટે તું ઘેર ચાલ; વિલંબ ન કર. મારે પહેલાં પીધેલું દૂધ ઊલટી કરી કાઢી નાખવું છે ને ત્યાં જઈ જમી દક્ષિણા લઈ પાછા આવી આ વમન કરેલું દૂધ પાછું પી જઈશ આ સાંભળીને ભવદેવ હસીને કહેવા લાગ્યો, અહો આ બાળક ! એવું વમન કરેલું નિંદવા યોગ્ય દૂધ પાછું પીશે?"
આ સાંભળી નાગિલા બોલી, હું આપની સ્ત્રી નાગિલા છું, આપ પૂર્વ ત્યાગ કરેલી એવી મને ફરીથી ગ્રહણ કરવાને કેમ ઇચ્છો છો? એવો કોણ અજ્ઞાન હોય કે ત્યજી દીધેલી સ્ત્રીને વમેલા આહારની પેઠે ફરી અંગીકાર કરવા વાંછે? સ્ત્રીને તો અનંત દુ:ખની ખાણ રૂપ કહી છે. માટે હે મૂત્રાશય !નવી પરણેલી વધૂની પેઠે મને સંભારતાં તમે અહીં આવ્યા! પણ હવે અવસ્થાએ કરીને જર્જરિત મને જુઓ. સંસારમાં શું સાર છે? વળી હે સાધક! સંસાર સમુદ્રમાં પડતા એવા પ્રાણીઓને તારવામાં વહાણ રૂ૫ એવી આ દીક્ષાનો ત્યાગ કરીને દુર્ગતિને આપનારી સ્ત્રીને શા માટે અંગીકાર કરવી જોઈએ?
છેલ્લે તમને જણાવતા આનંદ ઊપજે છે કે, મેં જીવિત સુધી ગુરુની પાસે શીલવ્રત અંગીકાર કર્યું છે. કારણ કે, સ્ત્રીઓને શીલ એ જ ઉત્તમ આભૂષણ છે"
"માટે હે નાથ ! તમે ગુરુની પાસે પાછા જાઓ અને શુદ્ધ ચારિત્ર પામો"
સ્ત્રીથી પ્રતિબોધ પામેલા, અને ખુશ થયેલા ભવદેવ નાગિલાને ખમાવીને પોતે ગુરુ પાસે ગયા. ત્યાં તેણે પોતાનું દુશરિત્ર સમ્યક્ પ્રકારે આળોવીને ફરી ચિરકાળ પર્યત શુદ્ધ ચરિત્ર પાળ્યું; ને ત્યાંથી કાળ કરીને તે સૌ ધર્મ દેવલોકે દેવતા થયા.
આ ભવદેવનો જીવ શિવકુમાર તરીકે વિતશોકા નગરીમાં પદ્મરથ રાજાની પટ્ટરાણી વનમાળાની કુક્ષિએ ઉત્પન્ન થયો. પોતાની ઇચ્છા હોવા છતાં માબાપની રજા ન મળવાથી યુદ્ધ શ્રાવક ધર્મ પાળી અંતે અનશન ગ્રહણ કર્યું અને ભાવ ચારિત્રવાન શિવકુમાર બ્રહાદેવ લોકને વિષે વિદ્યુત માળી દેવતા થયો.'
આ જ ભવદેવ યાને વિદ્યુત માળીનો જીવ ત્યાંથી એવી અષભદત્ત શેઠનો પુત્ર જંબુકુમાર તરીકે અવતર્યો. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જશે અને તે છેલ્લા કેવળી હશે. તેમના પછી બીજો કોઈ જીવ કેવળજ્ઞાન આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં નહીં પામે. એટલે મોલે પણ કોઈ જીવ જંબુસ્વામી પછી નહીં જાય.