________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૦
ભવદેવ - નાગિલા
૬૦,
મગધ દેશમાં સુગ્રામ નામનું એક ગામ હતું. તેમાં રાષ્ટ્રકૂટ નામનો કણબી અને તેની સ્ત્રી રેવતી રહેતાં હતાં. તેમને અનુક્રમે ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર થયા.
એકદા સુસ્થિત આચાર્યની પાસે વૈરાગ્ય વાસિત ભવદત્તે દીક્ષા ગ્રહણ કરી તે શાસ્ત્ર શીખીને ગીતાર્થ થયા. એક વાર તેણે ગુરુને કહ્યું, "હે પ્રભુ! સંસારી સગાંસંબંધીને વંદાવવા જવાની મારી ઇચ્છા છે, માટે આજ્ઞા આપો.” ગુરુએ આજ્ઞા આપી, તેથી તે સુગ્રામ ગામે ગયા. ત્યાં તેના નાના ભાઈ ભવદેવનાં નાગિલા સાથે લગ્ન થતાં હતાં, તેથી સાધુને કોઈએ આવ્યા જાણ્યા નહીં. એટલે તે ગુરુ પાસે પાછા આવ્યા. બીજા સાધુઓએ તેમની મશ્કરી કરી, તેથી ભવદત્ત ભાઈને પ્રતિબોધ પમાડવાને (ભાઈને દીક્ષા અપાવીશ) એમ પ્રતિજ્ઞા કરી, ફરી પાછા સુગ્રામ ગામે આવ્યા. તે વખતે નાગિલાને આભૂષણ પહેરાવવાનો ઉત્સવ થઈ રહ્યો હતો. અર્ધ શણગાર સજાવ્યા હતા ત્યાં ભવદત્ત આવ્યા. તેઓ આવ્યાની ખબર પડવાથી ભવદેવ આવીને તેઓને નમ્યો. તેણે તેમને શ્રદ્ધથી શુદ્ધ અન્ન પાન વહોરાવીને પ્રતિલાવ્યા. ભવદત્તે જતી વખતે ભવદેવને થોડે સુધી સાથે આવવા કહ્યું. અને હે ભવદેવી તને ધન્ય છે કે સાધુ ઉપર તારી આવી રૂડી ભક્તિ છે."
બાળપણની વાતો કરતાં કરતાં ભવદેવ ભવદત્ત સાથે ગુરુ મહારાજ જ્યાં હતા ત્યાં લઈ આવ્યા અને ગુરુ મહારાજને નમીને ભવદત્તે કહ્યું, “હે ભગવાન ! આ મારા ભાઈને મે આપની પાસે આવ્યો છે, એને દીક્ષા લેવાની ઇચ્છા છે.” આમ કહેવાથી ગુરુજીએ ભવદેવને દીક્ષા આપી. ભવદેવ ભાઈને ના ન કહી શક્યો
પછી ભવદત્તે એક મુનિ તથા પોતાના ભાઈ ભવદેવને સાથે લઈ, ગુરુને નમસ્કાર કરી બીજે વિહાર કર્યો. ભવદેવ ભાઈના વચનને લીધે જ સંયમ પાળવા લાગ્યો, પણ તેને હસ્તીને હાથણી યાદ આવે તેમ નાગિલા યાદ આવ્યા કરતી હતી. અનુક્રમે ભવદત્ત તો તીવ્ર તપશ્ચર્યા કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા, એટલે એકલા પડેલા ભવદેવે બીજા સાધુઓને ત્યાં જ સૂતા મૂકીને નાગિલાનું સ્મરણ કરતાં રાત્રીના વખતે નીકળી ગયા.
ભવદેવ ચાલતાં ચાલતાં સુગ્રામ ગામની સીમે ત્યાં આવેલા એક મંદિરમાં રહ્યા નાગિલાને ભવદેવ આવ્યાના સમાચાર મળ્યા અને પોતાને લીધે ભવદેવ ચારિત્ર છોડી દેવા