________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૮
શ્રી વજસ્વામી
૫૯
સુનંદા બે જીવવાળી થઈ છે એ ખબર પડતાંની સાથે જ પહેલાં થયેલી શરત મુજબ તેનો પતિ પ્રભુ વીરના પંથે દીક્ષા લેવા નીકળી પડ્યો. સુનંદાની કુખે વજસ્વામીએ જન્મ લીધો. જન્મતાં જ ઘરડી ડોસીઓના મુખેથી વજસ્વામીએ સાંભળ્યું: 'આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મ મહોત્સવ ધામધૂમથી ઊજવાત.
આ શબ્દો સાંભળતાં જ તરતના જન્મેલા બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લઈ કલ્યાણ કરવાની ભાવના થઈ.
એમને થયું કે, માતા મારા જેવા બાળકને દીક્ષા નહીં અપાવે, તેથી માતાને કંટાળો આપવા એમણે રડવાનું શરૂ કર્યું. એક-બે દિવસ નહીં, એક-બે મહિના નહીં પણ સતત છ મહિના સુધી એ રડતા રહ્યા. કેટકેટલા ઉચ્ચ સંસ્કારો એ બાળકના આત્મામાં ભર્યા હશે ત્યારે જ તે દીક્ષા લેવાની ભાવનાએ રડી રહ્યા હશે ને ?
આ સતત રુદનથી મા કંટાળી, તેણે સાધુ થયેલા પોતાના ધણી જ્યાં હતા તે ઉપાશ્રય જઈ, લો ! આ તમારો દીકરો, હું તો થાકી ગઈ, છાનો જ રહેતો નથી, સંભાળો તમે. એમ કહી છ મહિનાના નાના બાળક વજકુમારને વહોરાવી દીધો.
શ્રાવિકા બહેનો તેની સારસંભાળ રાખે છે. સાધ્વીજીઓની પાસે પારણામાં એ ઝૂલી રહ્યા છે. પારણામાં જ સાધ્વીજી ભણતાં હતાં તે બધું સાંભળતાં સાંભળતાં એ અગિયાર અંગ ભણી ગયા.
સુનંદા હવે વિચારે છે, આવા હોશિયાર બાળકને મેં વહોરાવી દીધો, એ ઠીકન કર્યું. એમ વિચારીને માતા બાળકને પાછો લેવા જાય છે. ગુરુ મહારાજ અને સંઘે પાછો આપવાની ના પાડી એટલે માતાએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. રાજાએ ન્યાય તોળ્યો: જેની પાસે જાય તેનો આ બાળકી
માતાએ રમકડાં, મીઠાઈઓ વગેરે અનેક વસ્તુઓ બાળકને લોભાવવા મૂકી, પણ સાધુ મહારાજે તો ઓઘો અને મુહપત્તિ મૂક્યા. રાજા વચ્ચે ઊભા છે. સંઘ જોઈ રહ્યો છે. માતા માને છે કે હમણાં બાળક મારી પાસે આવશે ને મને મળશે.